લાંભા વોર્ડમાં નવુ સુએજ પંમ્પિંગ સ્ટેશન બનાવાશે
- રામોલથી હાથીજણ સર્કલ સુધી ટ્રંક લાઇન નંખાશે
- નિકોલમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું નવું નેટવર્ક નાંખવાનું બજેટમાં આયોજન કરાયું
અમદાવાદ, તા.24 માર્ચ 2021, બુધવાર
બજેટમાં પ્રગતિમાં હોય તેવા ડ્રેનેજ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરાયો છે. જેમાં સરસપુર -રખિયાલ વોર્ડ, સરદારનગર વોર્ડ, ચંદ્રભાગાના ખૂલ્લા નાળામા ડ્રેનેજ લાઇન અપગ્રેડેશનની કામગીરી કરાશે. લાંભા વોર્ડમાં નવાણા પંમ્પિંગ સ્ટેશન ખાતે નવું સુએજ પંમ્પિંગ સ્ટેશન બનાવાશે.
રામોલથી હાથીજણ સર્કલ સુધી ટ્રંક લાઇન નંખાશે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ટેકનોલોજીમાં સુધારાની વાત કરાઇ છે.હયાત મુખ્ય લાઇનોના રિહેબીલિટેશન તથા નવા માઇક્રો ટનલિંગ લાઇનોના કામ, ખારીકટ કેનાલ અને શહેરના તળાવના વિકાસના કામોની મોટા મોટી વાતો બજેટમાં કરવામા ંઆવી છે.
નિકોલમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું નવું નેટવર્ક નાંખવાનું બજેટમાં આયોજન કરાયું છે. રામોલ-હાથીજણ વોર્ડમાં ન્યુ મણિનગર તથા સંલગ્ન વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક તથા પંમ્પિંગ સ્ટેશન બનાવવામા ંઆવશે.ટીપી ૧૦૭, ૧૦ ન્યુ મણિનગરમાં સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક નંખાશે. રામોલ પોલીસ ચોકીથી લાલગેબી સર્કલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્કનું કામ કરાશે.
લાંભા અને વટવામા ં ટીપી ૧૨૭, ૧૨૮, ૭૯, ૮૧, ૮૨, ૫૮ પાર્ટ તથા સંલગ્ન વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક તથા પંમ્પિંગ સ્ટેશન બનાવાશે.
સુએજ નેટવર્કની વાત કરીએ તો દક્ષિણ તથા પૂર્વ ઝોન વિસ્તારમાં એસ.પી.રિંગ રોડી દક્ષિણ બાજુના વિસ્તારોમાં ટ્રંન્ક મેઇન સુધી સુએજ નેટવર્કનું કામ ચાલી રહ્યું છે. તેમાં ૩૨ કિ.મી.નું કામ પૂર્ણ કરાયું છે. બાકીનું કામ માર્ચ માસના અંતમાં પૂર્ણ કરી દેવાશે.