Updated: Mar 18th, 2023
વડોદરાઃ શિવજી કી સવારીમાં અનેક ભક્તોના મોબાઇલ મારી લેનાર ગુનેગારને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી સાત મોબાઇલ કબજે કર્યા છે.
પાણીગેટ ડેપો વિસ્તારમાંથી પોલીસે નામચીન અલ્તાફ ઉર્ફે બોડી બચુમીંયા શેખ (અલીફ મંજિલ,બાવામાનપુરા)ને ઝડપી પાડયો હતો.તેની પાસેથી જુદીજુદી કંપની સાત મોબાઇલ મળી આવતાં ક્રાઇમ બ્રાન્ચે આ મોબાઇલના કાગળો માંગ્યા હતા.પરંતુ તેની પાસે કાગળો નહતા.
પોલીસે અલ્તાફની પૂછપરછ કરતાં શિવજી કી સવારી દરમિયાન ગીર્દીનો લાભ લઇ આ મોબાઇલની ઉઠાંતરી કરી હોવાની વિગતો ખૂલી હતી.જેથી વધુ તપાસ માટે અલ્તાફને વાડી પોલીસને સોંપવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,અલ્તાફ સામે અગાઉ પણ નારકોટિક્સ,રાયોટિંગ, જુગાર અને ઘરફોડ ચોરીના કેસ થયેલા છે.જ્યારે,બે વાર તેને તડીપાર પણ કરવામાં આવ્યો છે.