અમદાવાદ: સાબરમતી જેલમાં પોલીસ હવાલદાર પાસેથી મોબાઇલ અને તમાકુની પડીકી મળી આવી
અમદાવાદ, તા.15 જુલાઇ 2020, બુધવાર
સાબરમતી જેલમાં જડતી સ્કવોડના અધિકારીઓએ હવાલદાર વિપુલ પ્રવીણભાઈ રામાનુજની તપાસ કરી હતી. જેમાં હવાલદારના અન્ડરવેરમાંથી મોબાઇલ ફોન તથા તેના બુટની તપાસ કરતા તમાકુની 22 પડીકી મળી આવી હતી.
આરોપીએ અતિસંવેદનશીલ વિભાગમાં રાખવામાં આવેલા ગંભીર પ્રકારના આરોપીઓને આપવા માટે આ મોબાઈલ આવ્યા હતા કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.