Get The App

વડોદરામાં કામ અપાવવાની લાલચ આપી મહિલા પર ત્રણ શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ

Updated: Feb 17th, 2024

GS TEAM


Google News
Google News
વડોદરામાં કામ અપાવવાની લાલચ આપી મહિલા પર ત્રણ શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ 1 - image

image : Freepik

વડોદરા,તા.17 ફેબ્રુઆરી 2024,શનિવાર

સંસ્કારીનગરી કલંકીત કરતી ઘટના ફરી વડોદરા શહેરમાં બનવા પામી છે. જેમાં વડોદરાના સમામાંથી મહિલાને કામ અપાવવાનું કહે ત્રણ શખ્સો રિક્ષામાં બેસાડી છાણી વિતારમાં આવેલી એક સુમસામ જગ્યા પર લઇ ગયા હતા અને ત્યાં તેમના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં સ્થળ પર તરછોડીને ભાગી ગયા હતા. જેથી મહિલાની પુત્રીએ પોલીસને જાણ કરતા સમા પોલીસ સહિત ડીસીબી, પીસીબી, એલસીબી સહિતની વિવિધ ટીમો શોધખોળ કરી ત્રણ બળાત્કારીઓને ગણતરીના કલાકોમાં રાઉન્ડ કરી લીધા હતા. 

વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતી 56 વર્ષીય મહિલા પોતાના પરિવાર સાથે રહે છે અને છુટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન શુક્રવારે રાત્રીના 10થી 10.30 વાગ્યાના અરસામાં રિક્ષામાં સવાર ત્રણ શખ્સો આધેડ મહિલા પાસે આવ્યા હતા અને તેમને કામ અપાવવાનું કહીને સમાથી છાણી વિસ્તારમાં આવેલી સૂમસામ જગ્યા પર લઇ ગયા હતા. જેથી મહિલાને પોતાના સાથે કોઇ અજગતુ થવાની આશંકા જણાતા તેણી મને કેમ અહિયા લાવ્યા છો તેમ કહી છટકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્રણ જણાએ જબરદસ્તી મહિલાના પકડી રાખી હતી અને વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. હવસ સંતોષાઇ ગયા હતા મહિલાને ત્રણ શખ્સો સ્થળ પર તરછોડીને જતા રહ્યા હતા, જેની જાણ મહિલાએ પોતાની પુત્રની કરતા તુરંત સ્થળ પર દોડી આવી હતી અને કંટ્રોલમાં પોતાની માતા સાથે બનેલી ઘટના અંગે જાણ કરી હતી. જેથી સમા પોલીસ સહિત ડીસીબી, પીસીબી, એસઓજી, એલસીબી સહિત વિવિધ ટીમો બનાવીને દુષ્કર્મ ગુજારનાર ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી દરમિયાન મોડી રાત્રીના સમયે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં મહિલાએ સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરામાં કામ અપાવવાની લાલચ આપી મહિલા પર ત્રણ શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ 2 - image

બે દિવસ પહેલા મહિલાએ તેમને કામ કે નોકરી માટે કહ્યું હતુ

સમા વિસ્તારમાં રહેતી આધેડ મહિલાના બે દિવસ પહેલા ત્રણ શખ્સો મળ્યા હતા ત્યારે મહિલાએ કોઇ કામ કે નોકરી હોય તો જણાવજો તેમ કહ્યું હતું. દરમિયાન શુક્રવારે રાત્રીના સમયે મહિલાને છાણી વિસ્તારમાં કામ આવ્યું છે. તમારે કરવું છે ત્યારે મહિલાના હા પાડી હતી. જેથી મહિલાના રિક્ષામા બેસાડી લઇ ગયા હતા. પરંતુ વિરાન જગ્યા પર કેમ લાવ્યો છે તેમ કહેતા ત્રણ શખ્સો હસવા લાગ્યા બાદ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો.

મહિલાની દીકરીએ કંટ્રોલમાં ઘટના અંગે જાણ કરી પોલીસ એક્ટિવ થઇ ગઇ

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ બળાત્કાર ગુજાર્યા બાદ ત્રણ શખ્સો મહિલાના સ્થળ પર તરછોડી જતા રહ્યા હતા. દરમિયાન મહિલાએ તેની પુત્રની જાણ કરી હતી. જેથી મહિલા રાત્રીના સમયે ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ત્યાંથી પહેલા કંટ્રોલમાં ફોન કરી ઘટના અંગે જાણ કરી હતી. 

રિક્ષાના નંબરના આધારે આરોપીઓને દબોચી લેવાયાં

છાણી વિસ્તારમાંથી કંટ્રોલના નંબર મહિલા પર ત્રણ શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હોવાની વર્ધી મળી હતી. જેની જાણ સ્થાનિક સમા પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ય સહિતના વિવિધ એજન્સીઓને કરાઇ હતી. જેથી તમામ ટીમોએ એક્ટિવ થઇને સમાથી લઇને છાણી સુધીના વિવિધ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં દેખાયેલા રિક્ષાના નંબરના આધારે ગણતરીના કલાકોમાં ત્રણ બળાત્કારીઓને ઝડપી પાડ્યા હતા. સામૂહિક બળાત્કારના બનાવવા પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર વકીલ પઠાણ તેમજ તેના સાગરીત ચમન ખાન અને શકીલ પઠાણનો સમાવેશ થાય છે.

Tags :