પોતાની જ કાર સળગાવનાર યુવકે બૂમો પાડી..મેરી ગર્લફ્રેન્ડ મુઝે મિલને ક્યોં નહીં આઇ,મેં ઉસે ઢુંઢકે રહુંગા
symbolic |
કાર સળગાવનાર અમદાવાદના યુવકને પોલીસ સ્ટેશને લઇ જવા સમજાવતાં પોલીસને નાકે દમ આવી ગયો હતો.
બોમ્બે શોપિંગ સેન્ટર પાસે કારમાં આગ ચાંપનાર અમદાવાદના યુવકની સયાજીગંજ પોલીસના હેકો ઘનશ્યામભાઇએ અટકાયત કરી હતી.પરંતુ યુવક તેની સાથે વાનમાં જવા તૈયાર ન હતો.આખરે તેને સમજાવીને રિક્ષામાં લઇ જવાયો હતો.
પોલીસ સ્ટેશનમાં પણ યુવકે ભારે ધાંધલ મચાવી હતી.મેરી ગર્લફ્રેન્ડ મુઝે મિલને ક્યોં નહીં આઇ, મેં ઉસે ઢુંઢકે રહુંગા..જેવા ઉચ્ચારણો કરી પોલીસ સ્ટેશનની બહાર નીકળી જતા યુવકને માંડમાંડ રોકી રાખી અમદાવાદથી આવેલા પિતાને સોંપવામાં આવ્યો હતો.
પત્ની સાથે છુટાછેડા થયા, બીજી યુવતીએ વાત કરવાનું બંધ કર્યું
કાર સળગાવનાર યુવકના પિતાની પુછપરછ દરમિયાન પોલીસને એવી વિગત જાણવા મળી હતી કે,યુવકના છુટાછેડા થઇ ગયા છે અને અન્ય એક યુવતી સાથે સંપર્કમાં હતો.પરંતુ તેણે પણ વાત કરવાનું બંધ કરતાં આ યુવક તેને શોધવા નીકળ્યો હતો.
કુટુંબીજનોને હોટલ પાસે બેસાડી કાર લઇ નીકળી ગયો
પોલીસની તપાસમાં એવી પણ વિગત બહાર આવી છે કે,કારને આગ ચાંપનાર યુવક ગઇકાલે તેના કુટુંબીજનોને લઇ ગાંધીનગર તરફ ગયો હતો.રસ્તામાં એક હોટલ પર તેઓ ચા-પાણી માટે રોકાયા હતા.આ વખતે યુવક કાર લઇને ચાલ્યો ગયો હતો અને બે કલાક બાદ તેણે કોઇ અજાણી વ્યક્તિના મોબાઇલ પરથી પિતાને ફોન કરી હું મસ્તીથી ફરૃં છું..તમે નીકળી જજો..તેમ કહી ફોન કટ કરી દીધો હતો.યુવક પાસે મોબાઇલ નહીં હોવાથી ત્યારબાદ તેનો સંપર્ક થઇ શક્યો નહતો.