Get The App

સમા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

Updated: Nov 9th, 2022

GS TEAM

Google News
Google News
સમા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ 1 - image

વડોદરા,તા.9 નવેમ્બર 2022,બુધવાર

સમા વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ગઈ મોડી રાત્રે લાગેલી આગ કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડને ત્રણ કલાક સુધી જહેમત ઉઠાવી પડી હતી.

સમા અભિલાષા વિસ્તારમાં કેનાલ નજીક ખુલ્લા પ્લોટ માં આવેલા ભંગાર ના ગોડાઉનમાં ગઈ મોડી રાતે ફટાકડા અને કારણે આગ લાગી હોવાનું મનાય છે. આગમાં ગોડાઉન નો એક ભાગ લપેટાતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

છાણી ટીપી 13 ફાયર બ્રિગેડે ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. ઉપરોક્ત સ્થળે ઝૂંપડામાં રહેતા કેટલાક શ્રમજીવીઓ બહાર નીકળી જતા કોઈ જાનહાની થઈ ન હતી. ફાયર બ્રિગેડે ગોડાઉનમાં મુકેલો અડધા ઉપરાંતનો ભંગારનો સામાન બચાવી લીધો હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.