વડોદરા: પોષણ યુક્ત આહાર અને કુપોષણ વિશે શાળાઓમાં જઈ નાટક સ્વરૂપે સમજ આપતા મેસ્કોટ
વડોદરા, તા. 7 સપ્ટેમ્બર 2019 શનિવાર
ફૂડ સેફ્ટી ઓથોરેટી દિલ્હી દ્વારા કુપોષણ અને બાળકોની પોષણયુક્ત ખોરાક આપવાની જાણકારી દેવા મેસ્કોટ એક્ટીવેશન પ્રોગ્રામ શરૂ કર્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પાંચ શાળામાં આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.
જેમાં શાળાના બાળકોને સલામત અને પોષણયુક્ત આહાર તેમજ બાળકોમાં કુપોષણ કેમ થાય છે અને જંકફૂડથી કઈ રીતે બચવું તેની સમજ નાટકના સ્વરૂપમાં કાર્ટૂન કેરેક્ટર મેસ્કોટ દ્વારા આપવામાં આવી હતી.
વડોદરાની બીજી 15 શાળામાં આ પ્રકારે મેસ્કોટ દ્વારા પોષણયુક્ત આહાર અને કુપોષણ વિશે સમજ આપવામાં આવશે