કલોલના જ્વેલર્સમાં સોનાની બુટ્ટી ખરીદવા આવેલો શખ્સ 6.78 લાખનું સોનુ ચોરી ફરાર
અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો : સોનાની બુટ્ટીઓ ભરેલી બે કોથળી જેકેટમાં મૂકીને ફરાર
કલોલ : કલોલ શહેરમાં આવેલા નૂર જ્વેલર્સમાં એક ઈસમ સોનાની બુટ્ટી ખરીદવા આવ્યો હતો ત્યારબાદ તેણે દુકાનમાં હાજર મહિલાની નજર ચૂકવીને સોનાની બુટ્ટીઓ ભરેલી બે કોથળીઓ જેકેટમાં મૂકીને ફરાર થઈ ગયો હતો રૃા.૬ ,૭૮,૦૦૦ ના કિંમતની સોનાની બુટ્ટીઓની ચોરી કરીને આ તસ્કર ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલમાં આવેલા નૂર જ્વેલર્સમાં
એક ઈસમાં સોનાની બુટ્ટી ખરીદવા આવ્યો હતો દુકાનનો માલિક બહાર ગયો હતો અને તેની
પત્ની ઘરે હાજર હતી ત્યારે આ ઈસમે મહિલાને કહે કે મારે ઈમરજન્સીમાં મારી દીકરી
માટે સોનાની બુટ્ટી લેવી છે તમે મને સોનાની બુટ્ટી બતાવો જેથી મહિલાએ આ આ ઇસમને સોનાની
બુટ્ટીઓ બતાવતા તેણે મહિલાની નજર ચૂકવી સોનાની બુટ્ટીઓ ભરેલી બે કોથળીઓ પોતાના
જેકેટમાં ફેરવી લીધી હતી રૃપિયા ૬,૭૮,૦૦૦ ના સોનાની
કિંમતની બુટ્ટીઓ જેકેટમાં મૂકીને આ શખ્સ મહિલાને એવું કહીને જતો રહ્યો હતો કે મારી
બહેન અહીં ખરીદી કરે છે તેમને બોલાવીને લઈને આવું ત્યારબાદ મોડી રાત્રે સોનાનો માલ
સામાન વેપારીએ ગણી જોતા અંદરથી બે સોનાની કોથળીઓ ગાયબ થયેલી જણાયું હતું.
જેથી તેણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે દુકાનના માલિકની પત્ની હસનતારા નૂર ઈસ્માઈલ ની ફરિયાદના આધારે અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.