Get The App

પુરુષપ્રધાન કથકલી નૃત્યની સ્ક્રીપ્ટમાં સ્ત્રીના પાત્રો લખાતા જ નહીં'

પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીમાં કથકલી વિશે લેક્ચર યોજાયું

શાસ્ત્રીય નૃત્યમાં સૌથી અઘરી તાલીમ કથકલી નૃત્યની હોય છે

Updated: Dec 25th, 2019

GS TEAM

Google News
Google News

વડોદરા, તા.૨૫ ડિસેમ્બર ૨૦૧૯, બુધવારપુરુષપ્રધાન કથકલી નૃત્યની સ્ક્રીપ્ટમાં સ્ત્રીના પાત્રો લખાતા જ નહીં' 1 - image

એમ.એસ.યુનિ.ની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના ડ્રામા વિભાગ દ્વારા તા.૨૪ના રોજ પુરુષ પ્રધાન નૃત્ય કથકલીમાં સ્ત્રીનું મહત્વ તેના વિશે લેક્ચર યોજાયું હતું. જેમાં કેરાલાથી આવેલા કથકલી નૃત્યાંગના ડો.હરિપ્રિયા નમ્બોથીરીએ નૃત્ય અને પોતાના અનુભવોના આધારે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

પુરુષપ્રધાન નૃત્ય કથકલીમાં એક સ્ત્રી નૃત્યકારના અનુભવ વિશે ડો.હરિપ્રિયાએ કહ્યું કે, કથકલી ૩૦૦થી ૪૦૦ વર્ષ જૂનુ નૃત્ય-નાટક છે. પારંપરિક આ નૃત્યમાં સામાજિક અને રાજકીય દબાણને કારણે સ્ત્રીઓ આ નૃત્યમાં શીખી શક્તી નહોતી. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં સ્ત્રીઓએ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. જેમાંની હું એક છું મેં કથકલી નૃત્યમાં સ્ત્રી અને પુરુષ બંનેના પાત્રો ભજવેલા છે. અગાઉના સમયમાં કથકલી નૃત્યમાં મોટાભાગે મહાભારતની જ કથા વર્ણવામાં આવતી હતી અને પાત્રો પુરુષના જ લખાતા હતા. પરંતુ હવે ધીમે-ધીમે સ્ક્રીપ્ટમાં સ્ત્રીઓના પાત્રને વધારે મહત્વ અપાય રહ્યું છે. હજું પણ ઘણાં લોકો માને છે કે કથકલી નૃત્ય એ સ્ત્રીઓ માટેનું નથી. છતાં અમે સંઘર્ષ કરીને આગળ આવી રહ્યા છીએ. આ નૃત્યમાં સ્ત્રીઓ માટે સૌથી મોટો પડકાર તેની અઘરી તાલીમ, ભારે ભરખમ પહેરવેશ અને રાતભર નૃત્ય કરવું તે છે.

Tags :