Get The App

વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારનાર વિધર્મી એક દિવસના રિમાન્ડ પર

વાજીદશા વિદ્યાર્થિનીને પોતાના મિત્રના ઘરે લઇ ગયો : બે કલાકમાં બે થી ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો

Updated: Oct 11th, 2024

GS TEAM


Google News
Google News
વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારનાર વિધર્મી એક દિવસના રિમાન્ડ પર 1 - image

વડોદરા,ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને  મિત્રના ઘરે લઇ જઇ બે કલાકમાં  બે થી ત્રણ વખત દુષ્કર્મ કરનારા વિધર્મીને માંજલપુર પોલીસે કોર્ટમાં રજૂ કરી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે. આરોપીએ અન્ય કોઇ કિશોરીઓને ફસાવી છે કે કેમ ? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

માંજલપુર વિસ્તારની સ્કૂલમાં  ધો. ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ તેની માતાને જણાવ્યું હતું કે,  ચાર મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર મકરપુરા ગામ મેન બજાર, ઇ.એસ.આઇ. હોસ્પિટલની બાજુમાં રહેતા વાજીદશા ઇંદ્રિશશા દિવાન (  ઉં.વ.૧૮) સાથે  પરિચય થયો હતો. ચાર મહિનાથી અમે એકબીજાના પરિચયમાં છે. અમે અવાર - નવાર ગાર્ડન તથા બરોડા ડેરી જેવી અલગ - અલગ જગ્યાએ મળતા હતા. ફોન  પર પણ એકબીજા સાથે વાતો કરતા હતા. એક મહિના  પહેલા વાજીદ તેના મિત્રના ઘરે મને પટાવીને લઇ  ગયો હતો. તેના મિત્રના ઘરે કોઇ નહતું. અમે ત્યાં બે કલાક જેટલો સમય રોકાયા હતા. ત્યાં વાજીદે મારી સાથે  બે વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ તે મને સુશેન સર્કલ છોડી ગયો હતો.

માંજલપુર પી.આઇ.એલ.ડી.ગમારાએ આરોપીને અદાલતમાં રજૂ કરી ૩ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આરોપી મૂળ કરજણ તાલુકાના કીયા ગામનો રહેવાસી છે. આરોપી વિદ્યાર્થિનીને જે મિત્રના ઘરે લઇ ગયો હતો. તે મિત્રના ઘરે જઇને તપાસ કરવાની બાકી છે. પોલીસે જણાવ્યું છે કે, અન્ય આરોપીની સંડોવણી  હોવાની શક્યતા છે. તે દિશામાં તપાસ કરવાની છે.


આરોપીના મોબાઇલમાં વિદ્યાર્થિનીના ફોટા 

વડોદરા,આરોપી વાજીદશાના મોબાઇલ ફોનમાં વિદ્યાર્થિનીના ફોટા પણ હતા. તે ફોટા આરોપી વાયરલ ના કરે તે માટે ડિલીટ કરવા જરૃરી છે. પરંતુ, આરોપી પોતાનો મોબાઇલ ફોન ક્યાં છે ? તે  હજી જણાવતો નથી. આરોપીના મોબાઇલ ફોનની પણ શોધખોળ પોલીસ દ્વારા થઇ રહી છે.

Tags :