Get The App

વડોદરામાં ગોરવા વિસ્તારમાં મોડી રાત્રે શ્રીજી આગમન યાત્રા દરમિયાન કાંકરીચાળો

Updated: Aug 24th, 2024

GS TEAM


Google News
Google News
વડોદરામાં ગોરવા વિસ્તારમાં મોડી રાત્રે શ્રીજી આગમન યાત્રા દરમિયાન કાંકરીચાળો 1 - image


વડોદરા ન ગોરવા વિસ્તારમાં ગઈ મોડી રાતે કેટલાક અસામાજિક તત્વોએ શહેરની શાંતિ ડહોળાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉંડેરા કરોડિયા રોડ વિસ્તારના બરોડા યંગસ્ટર સર્કલ ના શ્રીજી ની આગમન સવારી નિર્ધારિત રૂટ પર ડીજે સાથે નીકળી હતી તે દરમિયાન મધુનગર વિસ્તારમાં અચાનકના નાસભાગ મચી હતી.  

વડોદરામાં ગોરવા વિસ્તારમાં મોડી રાત્રે શ્રીજી આગમન યાત્રા દરમિયાન કાંકરીચાળો 2 - image

કોઈ અટકચાળાએ શ્રીજી વિસર્જન યાત્રા દરમિયાન કાંકરીચાળો કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. એક તબક્કે બંને જૂથો સામસામે આવી જતા પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો હતો અને વધુ કાફલો બોલાવી શ્રીજી ની પ્રતિમાને સુરક્ષિત રીતે પસાર કરાવી હતી.      

વડોદરામાં ગોરવા વિસ્તારમાં મોડી રાત્રે શ્રીજી આગમન યાત્રા દરમિયાન કાંકરીચાળો 3 - image

ઉપરોક્ત બનાવને પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને પોલીસ તેમજ વહીવટી તંત્ર સીસીટીવી ફૂટેજ મારફતે અસામાજિક તત્વોને શોધી કાઢી કડકમાં કડક પગલાં લે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે. જોકે આ બનાવમાં કોઈ ગુનો દાખલ થયો નથી.

વડોદરામાં ગોરવા વિસ્તારમાં મોડી રાત્રે શ્રીજી આગમન યાત્રા દરમિયાન કાંકરીચાળો 4 - image

Tags :