For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પત્રકારોની ટોળકીએ વેપારીઓ પાસે લાખોની માંગણી કરી હજારો રૃપિયાનો તોડ કર્યો

નિકોલ-ઓઢવમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં વિડિયો ઉતારી કહેવાતા

કારખાના બંધ કરાવવાની ધમકી આપી મહિને રૃા. ૨૫,૫૦ હજારના હપ્તાની માંગણી

Updated: Mar 18th, 2023

Article Content Imageમદાવાદ,શનિવાર

અમદાવાદમાં કહેવાતા તોડબાજ પત્રકારોનો રાફડો ફાટયો છે, તેઓ જે તે પોલીસ સ્ટેશનમાં જઇને દારુ જુગારના અડ્ડા ચાલતા હોવાની વાતો કરીને પોલીસ પાસે પણ રૃપિયા પડાવવા પ્રયત્ન કરતા હોય છે. તેમાંયે ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આવા તોડબાજ પત્રકારો વેપારીઓ પાસેથી કોઇના કોઇ બહાને પૈસા પડાવીને ત્રાસ વર્તાવી રહ્યા છે. નિકોલ અને ઓઢવમાં આવેલી પ્લાસ્ટિક સહિતની ફેકટરીમાં ઘૂસી જઇને ફોટા પાડીને તથા વિડિયો ઉતારીને પોલ્યુંશન તથા મ્યિનિસિપલ આરોગ્ય વિભાગના કાયદા બતાવીને કારખાનાને સીલ કરાવવાની ધમકીઓ આપી હતી અને લાખો રૃપિયાની માંગણી કરીને હજારો રૃપિયા પડાવ્યા હતા એટલું જ નહી મહિને ૨૫, ૫૦ હજારના હપ્તાની મંાગણી કરી હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે પાંચ અને ઓઢવ પોલીસે પાંચ લોકો સામે ફરિયા નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કારખાના બંધ કરાવવાની ધમકી આપી મહિને રૃા. ૨૫,૫૦ હજારના હપ્તાની માંગણી કરતા ઓઢવમાં પાંચ અને નિકોલમાં પાંચ સામે ફરિયાદ

આ કેસની વિગત એવી છે કે નિકોલમાં ગુરુ સર્કલ પાસે ભોજલધામ સોસાયટી પાછળ કેસર હિલ્સ ખાતે રહેતા અને કઠવાડા જીઆઇડીસીમાં ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જૈમીન પ્લાસ્ટીકનું કારખાનું ધરાવતા રાજેશભાઇ ધીરુભાઇ વડોદરિયા (પટેલ)એ નિકોલ પોલીસ સ્ટેશનમાં કેતનભાઇ હસમુખભાઇ વાળંદ અને ભાવિનભાઇ ઘનશ્યામભાઇ પટેલ તથા અંકિતભાઇ ધીરુભાઇ જોટંગીયા તેમજ  નિકુંજ રમેશભાઇ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી છે કે વેપારી ગઇકાલે ઘરે હતા ત્યારે કારીગરે ફોન કરીને જાણ કરી હતી કે પાંચ અજાણ્યા શખ્સો કારખામાં આવ્યા છે અને ફોટા પાડીને વિડિયો બનાવ્યો હતો બાદમાં પ્લાસ્ટીકની ચમચીઓ સરકાર દ્વારા બંધ કરેલ છે તેમ છતાં તમે બનાવો છો તેમ કહીને કારખાનું ચાલુ રાખવું હોય તો પાંચ લાખની માંગણી કરી હતી નહિ આપો તો સીલ મરાવવાની ધમકી આપી હતી અને મહિને રૃપિયા ૨૫ હજારના હપ્તાની માંગણી કરી હતી.

બીજી ફરિયાદમાં બાપુનગરમાં ઇન્ડીયા કોલોની પાસે સર્વોદય સોસાયટીમાં રહેતા  અને ઓઢવમાં અરુણ એસ્ટેટમાં જય કેમિકલ તથા ખોડીયાર પ્લાસ્ટીકના નામે કારખાનું ધરાવતા ભરતભાઇ રવજીભાઇ પાસાણીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં કેતન વાળંદ સહિત બે લોકો  સામે ફરિયાદ નોંધાવી છે કે કેતન વાળંદે આવીને કહ્યું કે તમે પ્લાસ્ટીકની ચમચીઓ બનાવો છો કારખાનું બેધ કરાવવાની ધમકી આપીને રૃા. ૧૫,૦૦૦ પડાવ્યા હતા અને મહિને ૨૫,૦૦૦ના  હપ્તાની માંગણી કરી હતી.

ત્રીજી ફરિયાદમાં નિકોલમાં ઓમ શાંતિ રેસિડેન્સીમાં રહેતા અને ઓઢવમાં પ્લાસ્ટીકનું કારખાનું ધરાવતા મયુરભાઇ ગોરધનભાઇ ગોધાણીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં કિશોર ગોસ્વામી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૧૬ના રોજ   કિશોર ગોસ્વામીએ આવીને તમે પ્લાસ્ટીકની ચમચીઓ બનાવો છે કહીને કારખાનું ચાલું રાખવું હોય તો એક લાખ આપવા પડશે કહીને રૃા. ૪૦ હજાર પડાવ્યા બાદ મહિન રૃા. ૫૦,૦૦૦ની માંગણી કરી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Gujarat