Get The App

માંડવી પાસે MGVCLની કચેરીમાં જ આગ લાગતાં નાસભાગ,ફાયરબ્રિગેડને પહોંચતા મુશ્કેલી પડી

Updated: Oct 29th, 2024

GS TEAM

Google News
Google News
માંડવી પાસે MGVCLની કચેરીમાં જ આગ લાગતાં નાસભાગ,ફાયરબ્રિગેડને પહોંચતા મુશ્કેલી પડી 1 - image

વડોદરાઃ અત્યંત ભરચક રહેતા માંડવી દરવાજા પાસે સાંજે વીજ કંપનીની કચેરીમાં જ આગ લાગવાનો બનાવ બનતાં અફરાતફરી સર્જાઇ હતી.

માંડવી દરવાજા પાસે એમજીવીસીએલની કચેરી આવેલી છે.જે બિલ્ડિંગના નીચેના ભાગે જ ટ્રાન્સફોર્મર પણ મુકવામાં આવ્યું છે.ચાર દરવાજા વિસ્તારમાં માંડવી વિસ્તાર સૌથી ભરચક રહેતો હોય છે અને તેમાંય દિવાળીના દિવસોમાં અહીં વારંવાર ટ્રાફિક જામ થઇ જતો હોય છે.

આવા સમયે સાંજે વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ લાગતાં ધુમાડાના ગોટા છવાયા હતા.બનાવને પગલે ગભરાયેલા કર્મચારીઓ ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતા અને આસપાસના વિસ્તારમાં નાસભાગના દ્શ્યો સર્જાયા હતા.વીજ કંપનીના કર્મચારીઓએ ફાયરના સાધનોથી આગ બૂઝાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતાં દાંડિયાબજાર ફાયર બ્રિગેડની ટીમને ચાર દરવાજામાંથી પસાર થતાં ટ્રાફિકનો સામનો કરવો પડયો હતો.સ્થળ પર પહોંચ્યા બાદ થોડી જ વારમાં આગ કાબૂમાં લેવાઇ હતી.

Tags :