વડોદરાના ફતેગંજમાં એમ્પરર બિલ્ડીંગમાં ટેલરિંગની દુકાનમાં આગ
વડોદરા,તા.15 મે 2023,સોમવાર
વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આજે સવારે ટેલરિંગની દુકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી હતી.
ફતેગંજ મેઇન રોડ પર એમ્પરર બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી લીબાસ નામની ટેલરની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાય છે.
આગમાં દુકાનમાં મુકેલા કપડા અને ફર્નિચર સહિતની ચીજો લપેટાઈ હતી. આસપાસની દુકાનોમાં આગ પ્રસરે તેવી શક્યતાને પગલે લોકોના જીવ તાળવે ચોટાયા હતા. ફાયર બિગેડે અડધો કલાકની જહેમત બાદ કાબુમાં લીધી હતી.