ચંગોદર પાસે આવેલ મોરૈયા ગામે સેનેટઇઝરનું મટીરીયલ બનાવતી કેમિકલ કંપનીમાં આગ
અમદાવાદ, તા. 09 સપ્ટેમ્બર 2020, બુધવાર
ચાંગોદર પાસેના મોરૈયા ગામમાં આવેલી કેમિકલ કંપનીમાં આગ લાગી છે. આરમેડ ફોર્મેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગની ઘટનાથી દોડધામ મચી જવા પામી હતી.
મળતી માહિતી મુજબ સેનેટઇઝરનું મટીરીયલ બનાવતી કંપનીમાં આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની 13 ગાડી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ બુજવાની કામગીરી હાથ ધરી હતી.