ગુજરાતમાં માસ્ક નહીં પહેરો તો રૂા.1 હજાર દંડ
- હાઇકોર્ટની ફટકાર બાદ સરકારનો નિર્ણય : આજથી અમલ
- રાજ્યમાં કોરોનાના વધતાં જતા સંક્રમણને પગલે માસ્ક ન પહેરવાના દંડમાં રૂા.500નો વધારો
કોરોના અંગે હજુય લોકો બેદરકાર, માસ્ક વિના ફરતાં લોકો પ્રત્યે રાજ્ય સરકારે લાલ આંખ કરી
અમદાવાદ, તા. 10 ઓગસ્ટ, 2020, સોમવાર
ગુજરાતમાં કોરોનાનુ સંક્રમણ વધી રહ્યુ છે. રાજ્ય સરકારના આૃથાગ પ્રયાસો છતાંય હજુય કોરોના કાબુમાં આવી શક્યો નથી. બીજી તરફ,લોકો પણ કોરોનાને ખુબ જ હળવાશથી લઇ રહ્યાં છે. બેદરકારી દાખવી લોકો આજેય માસ્ક પહેરતાં નથી.
ખુદ ગુજરાત હાઇકોર્ટે પણ આ મામલે રાજ્ય સરકારને ફટકાર આપી હતી જેના પગલે આખરે રાજ્ય સરકારે માસ્કના દંડમાં વધારો કર્યો છે. હવે કોઇ વ્યક્તિ માસ્ક નહી પહેરે તો રૂા.1 હજાર દંડ વસૂલવામાં આવશે.આ નવા નિયમનો આજથી રાજ્યભરમાં અમલ થશે.
ગુજરાતમાં હજુય કોરોના કેસો વધી રહ્યાં છે. એટલું જ નહીં, આજે રાજ્યમાં એવી પરિસિૃથતી છેકે, ગુજરાતમાં રોજ 1100થી વધુ કેસો નોંધાઇ રહ્યાં છે.અમદાવાદ,સુરત સહિત રાજ્યભરના જિલ્લાઓ કોરોના સંક્રમિત બન્યાં છે.
માત્ર ડાંગ અને નર્મદા જિલ્લો એવો છે જયાં કોરોનાથી એકનુ ંય મોત નિપજ્યુ નથી.વધતાં જતા સંક્રમણ છતાંય લોકોમાં હજુય જાગૃતિ નથી. લોકો કોરોનાને ખૂબ જ હળવાશથી લઇ રહ્યાં છે.કેટલાંય સૃથળોએ લોકો માસ્ક વિના ફરતા ંજોવા મળી રહ્યાં છે. લોકોની આ બેદરકારી જ ભારે પડી રહી છે.
શરૂઆતના તબક્કામાં માસ્ક ન પહેરો તો રાજ્ય સરકારે રૂા.200 દંડ લેવા નક્કી કર્યુ હતું. પછી આ દંડમાં રૂા.300નો વધારો કરી રૂા.500 દંડ લેવા નક્કી કરાયુ હતું. જોકે. ગુજરાત હાઇકોર્ટે ફટકાર લગાવી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતુ કે,માસ્ક ન પહેરનારા સામે વધુ દંડ લો.
હાઇકોર્ટની કડકાઇ બાદ રાજ્ય સરકારે આજે માસ્ક ન પહેરો તો રૂા.1 હજાર દંડ લેવા નિર્ણય કર્યો હતો. માસ્ક ન પહેરવાના દંડમાં રૂા.500નો વધારો કરી દેવાયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમ પણ જણાવ્યુ કે, જન્માષ્ટમી સહિતના તહેવારોમાં લોકો ભીડભાડ ન કરે અને કોરોનાના વધતાં જતાં સંક્રમણને પગલે ઘરમાં જ તહેવારોની ઉજવણી કરે.કોરોનાને નિયંત્રણમાં કરવુ એ આપણાં જ હાથમાં છે.
ઓગષ્ટ મહિનામાં તહેવારો આવી રહ્યાં છે ત્યારે લોકો વધુ સાવચેત રહે. આમ,કોરોનાના વધતાં જતા સંક્રમણને રોકવા રાજ્ય સરકારે માસ્ક ન પહેરનારાં સામે લાલ આંખ કરી છે અને રૂા.1 હજાર દંડ લેવા નક્કી કર્યુ છે.