પુંધરા પાસે કારની ટક્કરથી નીચે પટકાયેલા સ્કુટર ચાલક પર બીજી કાર ફરી વળતા મોત
માણસા : માણસા તાલુકાના પુંધરા ગામના વતની ગઈકાલે બપોરે તેમનું એક્ટિવા લઈ આશ્રમ ચોકડીથી ગામ તરફ જઈ રહ્યા હતા તે વખતે પાછળથી આવી રહેલ એક કારના ચાલકે ટક્કર મારતા તેઓ રોડ પર નીચે પટકાયા હતા ત્યારે પાછળથી આવી રહેલ અન્ય એક કારના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ચલાવી નીચે પટકાયેલા આ ઇજાગ્રસ્ત ઉપર કાર ચડાવી દેતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું જે બાબતે કારચાલક વિરુદ્ધ મૃતકના પરિચિતે માણસા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માણસા તાલુકા ના પુંધરા ગામે રહેતા પટેલ સાંકાભાઈ રેવાભાઇ ગઈકાલે બપોરે તેમનું એકટીવા લઈ આશ્રમ ચોકડી થી પુંધરા ગામ તરફ જઈ રહ્યા હતા તે વખતે તેમના પાછળથી આવી રહેલ એક વેગન આર કારનાચાલકે ખાલી સાઇડ ના સાઈડ ગ્લાસથી ટક્કર વાગતા તેઓ વાહન સાથે નીચે પટકાયા હતા અને તેઓ કંઈ સમજે અને ઉભા થાય તે પહેલા પાછળથી આવી રહેલ એક સ્વીફ્ટ કાર નંબર ય્વ.૧૮.મ્મ્.૬૬૩૯ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી નીચે પટકાયેલા આ ઇજાગ્રસ્ત એકટીવા ચાલકના ઉપર કાર ચડાવી દેતા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો ઘટનાની જાણ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ તેમને સારવાર માટે લઈ જવાની કોશિશ કરી હતી પરંતુ તેઓનો જીવ બચાવી શક્યા ન હતા બીજી બાજુ અકસ્માત સર્જનાર બંને કારનાચાલકો પોતાનું વાહન સ્થળ પર મૂકી ભાગી છૂટયા હતા જે બાબતે મૃતક ના પરિચિત વ્યક્તિએ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.