વડોદરામાં બાઈક ધીમે ચલાવવાનું કહેતા વૃદ્ધ પર ચાલકનો પાઇપથી હુમલો
વડોદરા,તા.18 ઓક્ટોબર 2023,બુધવાર
વડોદરા માંજલપુર વિસ્તારમાં મોટરસાયકલ ધીમે ચલાવવાનું કહેતા ચાલકે વૃદ્ધ પર પાઇપ થી હુમલો કર્યો હતો. બૂમાબૂમ થતા સ્થળ પરથી થરાદ થઈ ગયો હતો. વૃદ્ધે હુમલાખોર ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના માંજલપુર કારમાં આવેલી ગોવર્ધનપાર્ક વિભાગ ૨ માં રહેતા વિજય તાંડલેકર ફરીયાદ નોંધાવી છે કે રાવપુરા પ્રતાપરોડ ઉપર આવેલ ભાવના પાન હાઉસ નામનો ગલ્લો ચલાવી મારુ ગુજરાન ચલાવુ છું. ગઇ તા.૧૬ ઓક્ટોબરના રોજ હું તથા મારી પત્નિ મંદાબેન તથા મારા જમાઈ રાજેશભાઈ ચંદ્રકાંત ખાનેકર તથા મારી છોકરી ભાવાનાબેન ઘરે હાજર હતા. તે વખતે અમારા ફળીયામાં રહેતો સત્યમ અશોક પાન્ડે રાત્રીના દસેક વાગે પોતાની મોટર સાયકલ અમારા ઘર પાસેથી સ્પિડમાં કાઢી હતી.જેથી અમે તેને મોટર સાયકલ ધીમી ચલાવવાનુ કહેતા તે ઉશ્કેરાય ગયો હતો અને અમને ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ પાઇપ લઇ આવ્યો હતો અને મારા પર હુમલો કર્યો હતી. જેમાં હું લોહીલુહાણ થી ગયો હતો. જેથી બુમાબુમ થતા હુમલાખોર તે ત્યાંથી સ્ટાફ પરથી ભાગી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્તને ફરિયાદ ના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.