સાણંદના અણીયાર ગામે ડિગ્રી વિના ક્લિનિક ચલાવતો તબીબ પકડાયો
- એસઓજીની ટીમે છાપો મારીને દવા, મેડિકલ સાધનો સહિત રૂ. ૩૭૧૪૨નો મુદ્દામાલ કબજે લીધો
સાણંદ : સાણંદના અણીયારી ગામમાં ડિગ્રી વગરના ડોક્ટર દવાખાનું ચલાવેે છે. જેના આધારે રેડ કરતા ૩૭,૦૦૦ દવા તથા મેડિકલ સાધનો સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા ગ્રામ્ય એસ ઓ જી પી આઈ ડી એન પટેલને જણાવેલ જેના અનુસંધાને શક્તિસિંહ હે. કો એસ ઓ જીને હકીકત બાતમી મળેલ કે સાણંદ તાલુકાના અણિયારી ગામમાં ડિગ્રી વગરના ડોક્ટર ઓમ કે.જી.એન ક્લિનિકના નામથી દવાખાનું રાખી એલોપેથી માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથી તબીબની પ્રેક્ટિસ કરી રહ્યા છે. રેડ કરતા રમજાનભાઈ હાજીભાઈ વાળંદ (ખલીફા) રહે. અણીયારી ગામ પકડી પાડેલ અને તેમની પાસેથી ૩૭,૧૪૨ એલોપેથીની દવાઓ અને મેડિકલ સાધનો મળી આવેલ છે જેને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.