18 નવેમ્બરે અમદાવાદથી કંડલા લેન્ડ થયેલા
વિમાન ડાબી બાજુ ફંટાતા રન-વેની લાઇટો તૂટી ગયેલી : કેપ્ટને વિમાનને ટેક ઓફ કરાવી અકસ્માત ટાળ્યો હતો
અમદાવાદ : કંડલા એરપોર્ટ પર વિમાનના ટાયર બર્સ્ટની બનેલી ગંભીર ઘટના મુદ્દે એર ટ્રાફીક કંટ્રોલરે ગંભીર અકસ્માતનો રિપોર્ટ ડીજીસીએને સુપરત કર્યો છે. હવે અગામી ટૂંક સમયમાં ડીજીસીએની ટીમ અમદાવાદ એરપોર્ટ પર આવી એરક્રાફ્ટનું ફીઝીકલ ચેકીંગ અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરશે.
આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક સપ્તાહ બાદ વિમાન ટેકઑફ થશે. ત્યાર સુધી અમદાવાદથી તમામ ઓપરેશન રદ રહેશે. ટ્જેટની ફ્લાઈટે 64 મુસાફરો સાથે અમદાવાદ થી કંડલા માટે ગત 18 નવેમ્બરે ઉડાન ભરી હતી.
કંડલા એરપોર્ટ પર લેન્ડિંગ વખતે રનવે પર ટચ ડાઉન થતા વિમાનનું પાછળનું ટાયર બર્સ્ટ થતા રીતેસરનું એરક્રાફ્ટ ડાબી બાજુ પર ફંટાઈ ગયું હતું અને રનવેના છેડા પરની લાઈટ પણ તૂટી ગઈ હતી. મુસાફરોના જીવ જોખમમાં ન મુકાય ગંભીર અકસ્માત ન સર્જાય અને સવાર મુસાફરોના જીવ જોખમમાં ન મુકાય માટે હોશિયાર પાઈલોટે એટીસીનો સંપર્ક કરી તુરંત વિમાનને ટેકઑફ કરાવી દીધું હતું.
આ ઘટનામાં સૂત્રોએ જણાવ્યું કે કંડલા એરપોર્ટ નો રનવે ખરાબ હોવાથી ટાયર ફાટયુ હતું. વિમાનની સ્પીડમાં હોવાથી જો બ્રેક મારત તો ટાયરની રિંગ પર વિમાન આવી જાત અને રનવેના ઘર્ષણથી આગ લાગવાનો પણ ડર હતો.
આમ ડાબી બાજુ પર ફંટાયેલા વિમાનને સ્કીડ થઈ રનવે પરથી નીચે ઉતરી જાત અથવા વિમાન પલટી ખાઈ જાત તો સવાર મુસાફરો મોતને ભેટયા હોત. અનુભવી કેપ્ટને રનવે ના છેડા પરથી વિમાનની સ્પીડ ઓછી કર્યા વિના વચ્ચે લાવી ટેકઆફ કરી દીધું હતું. બીજુ કે જો બર્સ્ટ થયેલા વિમાનમાં આગ લાગત તો ફાયરની ટીમ આવવામાં સમય લાગત અને કંડલા એરપોર્ટ ઈમરજન્સી ઈકવિપમેન્ટનો પણ અભાવ હતો.
એટલુંજ નહીં વિમાનનું બેર્સ્ટ ટાયર ગરમ હોવાથી કેપ્ટને પાછળના લેન્ડીગ ગિયર અંદર કરવાના બદલે હવામાં લટકતા રાખ્યા હતા અને છેક અમદાવાદ સુધી લાવવામાં આવી હતી. હવામાં ટાયર ઠંડા પડી જતા વિમાને અમદાવાદ એરપોર્ટ પર એક્દમ સ્મૂથ ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આમ વિમાનને ટો કર્યા વિના પાર્કિંગ બેમાં લઇ જઇ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
રેરેસ્ટ ઓફ રેર બનેલી ઘટનામાં મુસાફરો જાણે રીતસરના મોતના મુખમાંથી બહાર આવ્યા હોય તેમ આબાદ બચાવ થયો હતો. આમ અમદાવાદ એરપોર્ટ પર બેલે લેન્ડિગ કે લેન્ડીગ ગિયરમાં કોઈ નુકસાન થયું ન હતું પરંતુ કંડલા એટીસીએ અકસ્માત થયેલા વિમાનને ડાઈવર્ટ અમદાવાદ કરવામાં આવતા અમદાવાદ એટીસીએ ગંભીર નોંધ લીધી છે. પરંતુ ડીજીસીએની તપાસમાં એરલાઇન કંપની પાસેથી ફિટનેસ સર્ટી ચેક કરાશે.
કેપ્ટને વિમાનને રનવે પર ઉભું રાખવાના બદલે કેમ ફરીથી ટેકઑફ કરવાની ફરજ પડી તે તમામ માહિતી દર્શાવતો રિપોર્ટ પણ ડીજીસીએમાં સબમીટ કરવામાં આવ્યો છે. છેલ્લી ઘડીએ મુસાફરોના હિતમાં કેપ્ટને લીધેલો નિર્ણય યોગ્ય છે કે કેમ તે ડીજીસીએની તપાસ દરમિયાન માલુમ પડશે. આમ ગત 18 નવેમ્બરે બનેલી ઘટનાના સાત દિવસ બાદ પણ હજુ એક સપ્તાહ સુધી અમદાવાદથી ટ્જેટની પોરબંદર, જેસલમેર, કંડલા, નાસિકના તમામ રૂટની ફ્લાઈટો રદ રહેશે.


