વિધર્મી સાથે મિત્રતા કરવાનું કોલેજીયન યુવતીને ભારે પડયું
ટેમ્પામાં વિધર્મીએ શારીરિક અડપલા કરતા યુુવતીની બૂમાબૂમથી લોકો મદદ માટે દોડી આવ્યા
વડોદરા,કોલેજીયન યુવતીને ધમકાવીને મળવા બોલાવી વિધર્મીએ શારીરિક અડપલા કરતા યુવતીએ બૂમાબૂમ કરી હતી.જેના પગલે આજુબાજુના લોકોએ ભેગા થઇને યુવતીને બચાવી લીધી હતી.અને વિધર્મીને પોલીસને સોંપી દીધો હતો.
૧૯ વર્ષની કોલેજીયન યુવતીએ માંજલપુર પોલીસને જણાવ્યું છે કે,હું કોમર્સમાં અભ્યાસ કરૃં છું.હું રોજ સવારે છ વાગ્યે ઘરેથી બસમાં બેસીને વડોદરા આવું છું.વડોદરા સેન્ટ્રલ એસ.ટી.ડેપો પર ઉતરીને ક્લાસમાં જઉં છું.પરંતુ,કોલેજમાં જતી નથી.મારા ક્લાસનો ટાઇમ સવારે સાડા આઠ થી સાડા અગિયાર સુધીનો છે.મારી બહેનપણી થકી મારી ઓળખાણ બે વર્ષ પહેલા મહંમદસલીમ હુસેનભાઇ પટેલ (રહે.અમરાપુર ગામ,તા.સંખેડા) સાથે થઇ હતી.અમે એકબીજાના મોબાઇલ નંબરની આપ - લે કરી હતી.હું મહંમદને ત્રણ થી ચાર વખત મળી હતી.ગઇકાલે બપોરે એક વાગ્યે મહંમદ સલીમનો મારા પર કોલ આવ્યો હતો.તેણે મને કહ્યું કે,હું મારો આઇશર ટેમ્પો લઇને આવ્યો છું.અને હાલમાં મકરપુરા એસ.ટી.ડેપોની સામે ફોર વ્હીલ કારના શો રૃમ પાસે ઉભો છું.તું મને મળવા આવ.મેં તેેને મળવાની ના પાડતા તે ઉશ્કેરાઇ ગયો હતો.અને મને ગાળો બોલી ધમકી આપી હતી કે,તું મને મળવા નહીં આવે તો જાનથી મારી નાંખીશ.હું ગભરાઇને સેન્ટ્રલ એસ.ટી.ડેપો પરથી બસમાં બેસીને મકરપુરા એસ.ટી.ડેપો ગઇ હતી.ટેમ્પો લઇને ઉભેલા મહંમદ સલીમે મને ઇશારો કરીને બોલાવી હતી.હું જઇને ટેમ્પામાં બેસી ત્યારે મહંમદસલીમે મારી મરજી વિરૃદ્ધ મારી સાથે શારીરિક અડપલા શરૃ કર્યા હતા.મેં બૂમાબૂમ કરતા આજુબાજુથી કેટલાક લોકો દોડી આવ્યા હતા.તેઓએ કહ્યું હતું કે,તું ગભરાઇશ નહીં.તેઓએ મહંમદસલીમને ટેમ્પામાંથી નીચે ઉતાર્યો હતો.પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરતા પોલીસ આવી ગઇ હતી.અને મહંમદસલીમને પકડીને પોલીસ સ્ટેશન લઇ આવી હતી.વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે પી.એસ.આઇ.એ.યુ.નિનામાએ આરોપીની ધરપકડ કરી છે.આરોપી અપરિણીત છે.અને પોતાનો જ ટેમ્પો ચલાવે છે.