પોક્સો એક્ટ જાગૃતિ અંગે કેમ્પ યોજવામાં આવ્યો
કોલેજના ૩૫૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા
વડોદરા,હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ પેટ્રોન ઇન ચિફ તથા એક્ઝિક્યુટિવ ચેરમેનના માર્ગદર્શન હેઠળ ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તા.૨૬ મી સપ્ટેમ્બર થી તા.૨૦ મી ઓક્ટોબર સુધી બાળકો સાથે જાતિય સતામણી અધિનિયમ હેઠળ એક કેમ્પેઇન શરૃ કરવામાં આવ્યું હતું.તમામ સ્કૂલો તથા કોલેજોમાં કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આજે પોક્સો એક્ટ જાગૃતિ અંગે કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં અલગ - અલગ કોલેજના ૩૫૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.