ગુજરાતમાં વધુ 998ને કોરોના સંક્રમણ : કુલ કેસ 50 હજારની નજીક
- ગુજરાતમાં કુલ કેસ 49,439, એક્ટિવ કેસ 11613
- છેલ્લા 24 કલાકમાં ડાંગ સિવાય તમામ જિલ્લામાં કોરોનાના કેસ : સુરતમાંથી સૌથી વધુ 11: રાજ્યમાં કુલ 20નાં મૃત્યુ
અમદાવાદ, તા. 20 જુલાઇ, 2020, સોમવાર
ગુજરાતમાં કોરોના વાયરસના દિવસેને દિવસે વધુ ભયાવહ રૂપ બતાવી રહ્યો છે અને કુલ કેસનો આંક હવે 50 હજારની નજીક આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં અત્યારસુધીના સર્વોચ્ચ 998 નવા કેસ નોંધાયા હતા, જેની સાથે જ કુલ કેસનો આંક હવે 49439 થઇ ગયો છે. આ પૈકી 11613 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 20ના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 2167 થયો છે.
જુલાઇ મહિનામાં ગુજરાતમાંથી સૌથી વધુ ચિંતાજનક સિૃથતિ સુરતમાં સર્જાઇ છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 209-ગ્રામ્યમાં 75 એમ 284 કેસ નોંધાયા હતા. આમ, સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 9978 થઇ ગયો છે. સુરતમાં છેલ્લા 10 દિવસમાં જ કોરોનાના 2671 કેસ વધ્યા છે.
બીજી તરફ અમદાવાદ શહેરમાં 178-અમદાવાદ ગ્રામ્યમાં 15 એમ કુલ 193 કેસ નોંધાયા હતા. આમ, અમદાવાદમાં કોરોનાના દૈનિક કેસનો આંક એક દિવસમાં જ 200થી નીચે આવી ગયો છે. અમદાવાદમાં હાલ કોરોનાના કુલ કેસ 24568છે. છેલ્લા 24 કલાકમાં ડાંગ સિવાય તમામ જિલ્લાઓમાં કોરોનાના કેસ નોંધાયા હતા.
ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી વડોદરા શહેરમાં 60-ગ્રામ્યમાં 18 એમ કુલ 78, રાજકોટ શહેરમાં 40-ગ્રામ્યમાં 16 કુલ 56, ભાવનગર શહેરમાં 26-ગ્રામ્યમાં 16 કુલ 42, ગાંધીનગર શહેરમાં 8-ગ્રામ્યમાં 12 કુલ 20, મહેસાણામાં 26 નવા કેસ નોંધાયા હતા.
આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંક હવે રાજકોટમાં 1 હજાર થઇ ગયો છે. ગુજરાતમાંથી 1 હજારથી વધુ કેસ નોંધાયા હોય તેવા જિલ્લાઓમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ-સુરત-વડોદરા-ગાંધીનગરનો સમાવેશ થાય છે. ભાવનગરમાં કોરોનાના કુલ કેસ હવે 955 છે.
આમ, હવે ભાવનગરમાં કોરોનાના કુલ કેસ હવે 1 હજારની નજીક છે. ગુજરાતના જે જિલ્લાઓમાં કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા હોય તેમાં હવે છોટા ઉદેપુર પણ સામેલ છે. હવે ડાંગ-પોરબંદર-દેવભૂમિ દ્વારકા-તાપી જ એવા જિલ્લાઓ છે જ્યાં કોરોનાના કુલ કેસનો આંક 100 સુધી પહોંચ્યો નથી.
છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી સૌથી વધુ 11, અમદાવાદમાંથી 4, વડોદરા-નવસારીમાંથી 2-2,ગીર સોમનાથમાંથી 1 વ્યક્તિના મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં 1554, સુરતમાં 266, વડોદરામાં 55, નવસારીમાં 5 અને ગીર સોમનાથમાં 3 છે. છેલ્લા 24 કલાકમાં 777 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આમ, કોરોનાથી સાજા થનારા કુલ દર્દીઓનો આંક હવે 35659 થઇ ગયો છે. ગુજરાતમાં હાલ 11613 એક્ટિવ કેસમાંથી 78 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
કયા રાજ્યમાં કોરોનાથી વધુ મૃત્યુ ?
રાજ્ય |
મૃત્યુ |
મૃત્યુદર |
મહારાષ્ટ્ર |
12030 |
3.77% |
દિલ્હી |
3663 |
2.96% |
તામિલનાડુ |
2551 |
1.45% |
ગુજરાત |
2166 |
4.43% |
કર્ણાટક |
1408 |
2.21% |
ક્યાં વધુ એક્ટિવ કેસ ?
જિલ્લો |
એક્ટિવ કેસ |
અમદાવાદ |
3686 |
સુરત |
2924 |
રાજકોટ |
599 |
વડોદરા |
571 |
ભાવનગર |
508 |
મહેસાણા |
330 |
ગાંધીનગર |
304 |
સુરેન્દ્રનગર |
266 |
વલસાડ |
240 |
જામનગર |
221 |