Get The App

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 960 નવા કેસ, 1061 દર્દીઓ ડિસ્ચાર્જ

- જુલાઇના 18 દિવસમાં 14833 નવા કેસ-279નાં મૃત્યુ

- છેલ્લા 24 કલાકમાં સુરતમાં 268-અમદાવાદમાં 199 કેસ 11344 એક્ટિવ કેસ : 75 દર્દીઓ વેન્ટિલેટર પર

Updated: Jul 18th, 2020

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 960 નવા કેસ, 1061 દર્દીઓ ડિસ્ચાર્જ 1 - image


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 960 નવા કેસ, 1061 દર્દીઓ ડિસ્ચાર્જ 2 - image

અમદાવાદ, તા. 18 જુલાઇ, 2020, શનિવાર

ગુજરાતમાં કોરોના વાયરસ તેના 'રાક્ષસી પંજા'નો વ્યાપ દિવસેને દિવસે વધારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 960 સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 47476 થઇ ગયો છે.

જુલાઇ માસના 18  દિવસમાં જ ગુજરાતમાં હવે કોરોનાના નવા 14833 કેસ નોંધાઇ ચૂક્યા છે. વધુ 19 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 2126 થઇ ગયો છે. રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં વિક્રમી 1061 દર્દીઓને રજા આપવામાં આવી છે. 

છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકા-પોરબંદર સિવાય ગુજરાતના તમામ જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ નોંધાયા હતા. સુરતમાં વધુ 268 સાથે કોરોનાના કુલ કેસનો આંક 9409 થયો છે. 

માત્ર જુલાઇના 17 દિવસમાં સુરતમાં કોરોનાના 4580 કેસ નોંધાઇ ચૂક્યા છે. આ સિૃથતિએ સુરતમાં જુલાઇ માસમાં પ્રતિ કલાકે સરેરાશ 11 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી રહી છે. આમ, સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 10 હજારની નજીક છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસમાં ઘટાડા બાદ ફરી કોરોનાના કેસમાં ઉછાળો થયો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 199 સાથે અમદાવાદમાં કોરોનાના કુલ કેસ હવે 24163 થઇ ગયા છે. અમદાવાદમાં જુલાઇના 17 દિવસમાં કોરોનાના 3250 કેસ નોંધાયેલા છે. વડોદરામાં વધુ 78 સાથે કુલ કેસનો આંક હવે 3508 છે. 30 જૂન સુધી વડોદરામાં કુલ કેસનો આંક 2267 હતો. 

અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા 24 કલાકમાં વધુ કેસ નોંધાયા તેમાં 57 સાથે રાજકોટ, 40 સાથે જૂનાગઢ, 36 સાથે ભાવનગર, 28 સાથે ગાંધીનગર, 24 સાથે મહેસાણાનો સમાવેશ થાય છે.

કુલ કેસની રીતે ગાંધીનગર 1061 સાથે ચોથા, રાજકોટ 933 સાથે પાંચમાં, ભાવનગર 878 સાથે છઠ્ઠા સૃથાને છે. આમ, રાજકોટમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 1 હજારની નજીક છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ-સુરતમાંથી 7-7ના, કચ્છમાંથી 2ના, બનાસકાંઠા-રાજકોટ-નવસારીમાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. 

કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં 1544, સુરતમાં 246, કચ્છમાં 9, બનાસકાંઠામાં 17, રાજકોટમાં 21, નવસારીમાં 3 છે. ગુજરાતમાં હાલ 11344 એક્ટિવ કેસમાંથી 75 દર્દીઓ વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1061 સાથે કોરોનાથી ડિસ્ચાર્જ થનારા કુલ દર્દીઓનો આંક હવે 34005 થઇ ગયો છે.

રાજ્યના જે જિલ્લાઓમાંથી છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થયા તેમાં 337 સાથે સુરત, 169 સાથે અમદાવાદ, 139 સાથે રાજકોટ, 102 સાથે વડોદરાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં હાલ 3.82 લાખ વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે.

ક્યાં સૌથી વધુ એક્ટિવ કેસ ?

જિલ્લો

એક્ટિવ કેસ

અમદાવાદ

3658

સુરત

2848

વડોદરા

660

ભાવનગર

596

રાજકોટ

503

ગાંધીનગર

294

મહેસાણા

293

સુરેન્દ્રનગર

248

ભરૂચ

211

વલસાડ

209

જુનાગઢ

199

જામનગર

198


કયા રાજ્યમાં સૌથી વધુ એક્ટિવ કેસ ?

રાજ્ય

એક્ટિવ કેસ

મહારાષ્ટ્ર

1,23,377

તામિલનાડુ

49,455

કર્ણાટક

33,201

આંધ્ર પ્રદેશ

22,260

ઉત્તર પ્રદેશ

17,264

દિલ્હી

16,711

પશ્ચિમ બંગાળ

15,594

તેલંગાણા

13,388

ગુજરાત

11,344


ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં કેસ-ટેસ્ટ

તારીખ

કેસ

ટેસ્ટ

9 જુલાઇ

861

7,828

10 જુલાઇ

875

7,657

11 જુલાઇ

872

7,717

12 જુલાઇ

879

7,580

13 જુલાઇ

902

5,619

14 જુલાઇ

915

8,102

15 જુલાઇ

925

9,340

16 જુલાઇ

919

11,463

17 જુલાઇ

949

12,830

18 જુલાઇ

960

12,297

કુલ

9057

90,433

Tags :