સિદ્ધિ વિનાયક ડેવલોપર્સના બિલ્ડર અપૂર્વને રૃપિયા આપીને વધુ ૭ ફસાયા
માંજલપુરની મેપલ સિગ્નેચર સ્કીમમાં મકાન બુકીંગ પેટે રૃપિયા ઉઘરાવ્યા હતા
વડોદરા,સિદ્ધિ વિનાયક ડેવલોપર્સના ફરાર બિલ્ડર સામે ફરિયાદોનો સિલસિલો ચાલુ રહ્યો છે.માંજલપુર લક્ષ્મી નારાયણ મંદિરની સામે ચાલુ કરેલી તેની સાઇટ મેપલ સિગ્નેચરમાં મકાન બુક કરાવી રૃપિયા ગુમાવનાર વધુ ૭ લોકોએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.પોલીસે આ ફરિયાદ અરજી સ્વરૃપે લઇને તપાસ હાથ ધરી છે.
વડસર રોડ પર સિદ્ધિ વિનાયક ડેવલોપર્સના બિલ્ડર અપૂર્વ અને તેની પત્ની ભૈરવી દ્વારા મેપલવિલા નામની સ્કીમ કરવામાં આવી હતી.તેમાં મકાન લેનાર મોરબીના રવાપરરોડ ખાતે દાઉદી પ્લોટમાં રહેતા દિલાવરસિંહ કરણસિંહ ઝાલા અને તેમના મિત્ર દિવ્યરાજ છેતરાયા હતા.તેમની જાણ બહાર જ આ મકાન પર બારોબાર લોન લઇ લેવામાં આવી હતી. આ અંગે સી.આઇ.ડી.માં ફરિયાદ નોંધાયા પછી પણ હજી બિલ્ડર દંપતી પૈકી કોઇ પકડાયું નથી.
દરમિયાન અપૂર્વ સામે વડોદરામાં થયેલી અરજીઓની ફેર તપાસ દરમિયાન બે વધુ ગુના માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયા છે.આજે મેપલ સિગ્નેચર સ્કીમમાં મકાન બુક કરાવનાર વધુ સાત લોકોએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં શિવપુરી સોસાયટીમાં રહેતા વિશાલ જગદીશભાઇ પટેલ ફરિયાદી છે.અને તેમની સાથે બીજા છ ભોગ બનનાર જોડાયા છે.તેઓ પાસેથી રૃપિયા પડાવી લેનાર અપૂર્વ પટેલે પરત કર્યા નથી.અને સ્કીમ પણ બંધ કરી દીધી હતી.
મેપલ સિગ્નેચરમાં મકાન બુક કરાવનારને રૃપિયા ગુમાવવાનો વારો
વડોદરા.મેપલ સિગ્નેચરમાં રૃપિયા ગુમાવનાર લોકોને હવે તેમના નાણાં પરત મળશે કે કેમ ? તે અંગે પણ પ્રશ્ન સતાવી રહ્યો છે.
(૧) નિશા ચૌહાણ - ૩ લાખ
(૨)વિશાલ પટેલ - ૧૧ લાખ
(૩)ધુ્રવેશ પટેલ - ૧૨.૫૦ લાખ
(૪) ઠાકોરભાઇ પટેલ - ૯ લાખ
(૫) દક્ષાબેન પટેલ - ૮ લાખ
(૬)શૈલેષ મિસ્ત્રી - ૯.૬૩ લાખ
(૭)અપેક્ષાબેન ગોડાવલે- ૬.૫૦ લાખ