Get The App

વડોદરામાં જેતલપુર બ્રિજ પાસે વિન્ટેજ હોટલના રૂમમાં જુગાર રમતા 6 પકડાયા

Updated: Jun 13th, 2024

GS TEAM

Google News
Google News
વડોદરામાં જેતલપુર બ્રિજ પાસે વિન્ટેજ હોટલના રૂમમાં જુગાર રમતા 6 પકડાયા 1 - image

Gambling News Vadodara : વડોદરાના જેતલપુર રોડ વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાં જુગારખાનું ધમધમી રહ્યું હોવાની વિગતોને પગલે પોલીસે દરોડો પાડી છ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. 

અકોટા પોલીસની ટીમ ગઈકાલે સાંજે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જેતલપુર બ્રિજ પાસે આવેલી વિન્ટેજ હોટલના એક રૂમમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની વિગતો મળતા પોલીસે દરરોજ પાડ્યો હતો. પોલીસ ત્રાટકી તે વખતે પાંચ જણા બેડ પર બેઠા હતા તેમજ એક ખુરશી પર બેસી જુગાર રમી રહ્યા હતા. 

પોલીસે છ જુગારીઓને ઝડપી પાડી તેમની પાસે રોકડા રૂ.48,500, સાત મોબાઈલ, એક કાર તેમજ બે ટુ-વ્હીલર મળી કુલ રૂ.7.55 લાખની મતા કબજે કરી હતી.

પોલીસે પકડેલા જુગારીયાઓમાં (1) રશ્મીન રામ પ્રકાશ ધવન (વેનીસન રેસીડેન્સી, બ્રાઇટ સ્કૂલ પાછળ,વાસણા ભાયલી રોડ)(2) નિતીન રતિલાલ કોન્ટ્રાક્ટર (નીલાંબર પામ,વાસણભાઈલી રોડ)(3) જગદીશ ઓમ પ્રકાશ અગ્રવાલ (સીટીઝન સોસાયટી ઈલોરા પાર્ક, ગોરવા) (4) જનક ભુલાભાઈ પટેલ (સાઈનાથ પાર્ક,વાસણા રોડ)(5) વિશાલ પ્રવીણભાઈ પટેલ (શાંતિ કુંજ સોસાયટી, દીપ ચેમ્બર પાસે, માંજલપુર) અને (6) રાહુલ મોહનભાઈ ખંડેલવાલ (વૃંદાવન ટાઉનશીપ, હરણી રોડ)નો સમાવેશ થાય છે.