૪૦૦ જેટલા અધ્યાપકોને પ્રમોશન આપવા માટે MSU સત્તાધીશોએ સરકારની મંજૂરી માંગી
વડોદરા,તા.2.ફેબ્રુઆરી,2020
એમ.એસ.યુનિવર્સિટીમાં કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ અધ્યાપકોને બઢતી આપવા માટે સત્તાધીશોએ સરકારની મંજૂરી માંગી છે.આ મંજૂરી મળશે તો ૪૦૦ અધ્યાપકોને પ્રમોશનનો લાભ મળશે.
યુનિવર્સિટીના સૂત્રોના કહેવા પ્રમાણે ૨૦૧૬ બાદ યુનિવર્સિટીમાં અધ્યાપકોને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો લાભ મળ્યો નથી.જેના કારણે અધ્યાપકોના પ્રમોશનો અટકી પડયા છે.
ટેકનોલોજી ફેકલ્ટીમાં તેની સૌથી વધારે અસર છે.ટેકનોલોજીના અધ્યાપકો પ્રમોશન માટે વારંવાર માંગણી પર કરી ચુક્યા છે.સૂત્રોનુ કહેવુ છે કે, સરકાર પાસે આ માટે મંજૂરી માંગતી દરખાસ્ત મોકલવામાં આવી છે.જો આ મંજૂરી મળી તો વિવિધ ફેકલ્ટીઓમાં ૪૦૦ અધ્યાપકોનો પ્રમોશનનો લાભ મળશે.
આ પહેલા સરકારે યુનિવર્સિટીમાં અધ્યાપકોની ૬૮૨ જગ્યાઓ કાયમી ધોરણે ભરવા માટે પરવાનગી આપી હતી.એ પછી તાજેતરમાંે બિન શૈક્ષણિક કર્મચારીઓની ૫૪૮ જગ્યાઓ કાયમી ધોરણે ભરવા માટે મંજૂરી આપી હોવાથી સત્તાધીશોને આશા છે કે, પ્રમોશન આપવા માટે પણ સરકાર લીલી ઝંડી આપશે.