Get The App

વડોદરામાં જ્વેલર્સની કાર આંતરીને માસ્ક પહેરેલા ચાર લૂંટારૂ સોનાના દાગીના લુંટી ફરાર

Updated: Mar 5th, 2024

GS TEAM


Google News
Google News
વડોદરામાં જ્વેલર્સની કાર આંતરીને માસ્ક પહેરેલા ચાર લૂંટારૂ સોનાના દાગીના લુંટી ફરાર 1 - image

image : Freepik

- સાધલી કરજણ રોડ ઉપર તવેરા ગાડીમાં આવેલા ચાર લૂંટારુઓ જ્વેલર્સની ગાડીના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું : રાત્રિના અંધારામાં લૂંટ કરી ફરાર થઈ જતા શોધખોળ

વડોદરા,તા.5 માર્ચ 2024,મંગળવાર

વડોદરા જિલ્લાના કરજણ ખાતે જુના બજાર વિસ્તારમાં આવેલ ગોલ્ડન આર સોસાયટીમાં રહેતા કમલેશ જયંતીલાલ સોની શિનોર તાલુકામાં સાધલી બસ સ્ટેન્ડ સામે મારુતિ કોમ્પ્લેક્સમાં જય અંબે જ્વેલર્સ નામની સોનીની દુકાન ધરાવે છે. ગઈકાલે રાત્રે દુકાન બંધ કરી પોતાની કારમાં બેસી ઘેર જતા હતા રાત્રે 8:30 વાગ્યાની આજુબાજુ ટીગલોટ ગામ પાસે પાછળથી આવેલી સફેદ રંગની તવેરા ગાડીએ સોનીની કારણે ટક્કર મારતા તે રોડની સાઈડ પર ઉતરી ગઈ હતી. આ સાથે જ તવેરામાં બેસેલા માસ્ક જેવું કાપડ મોઢા ઉપર બાંધેલા ચાર શખ્સો નીચે આવ્યા હતા અને કારના ખાલી સાઈડ તથા પાછળના કાચ પથ્થર વડે તોડી નાખી ગાડીની ખાલી સાઈડનો દરવાજો ખોલી સોનીને ધારદાર હથિયાર બતાવ્યું હતું અને તારી પાસે જે હોય તે અમને આપી દે નહિતર મારી નાખીશું તેવી ધમકી આપી ત્રણ જણાએ કારમાં શોધખોળ કરી હતી કારમાં કશું નહીં મળતા સોનીના ગળામાં પહેરેલ પેન્ડલ સાથેની 18 ગ્રામ વજનની સોનાની ચેન 40000 કિંમતની લૂંટી લીધી હતી. બાદમાં રાત્રિના અંધારામાં ચારે શખ્સો ફરાર થઈ ગયા હતા બનાવ અંગે સિનોર પોલીસ છે વધુ તપાસ કરી છે.

Tags :