Get The App

અમદાવાદની ૩૩ ફ્લાઇટના શેડયૂલ ૩ કલાકથી વધુ ખોરવાયા, ૩ કેન્સલ

હોંગકોંગ-દિલ્હીની ફ્લાઇટને મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટમાં ડાઇવર્ટ કરાઇ

પ્રતિકૂળ વાતાવરણને પગલે અમદાવાદ-મુંબઇ વચ્ચેની ૧૧ ફ્લાઇટ ૧ કલાકથી વધુ સમય મોડી પડી

Updated: Jun 13th, 2019

GS TEAM


Google News
Google News

અમદાવાદ, ગુરુવાર

દેશભરમાં ધીરે-ધીરે ચોમાસું જામી રહ્યું છે અને તેના પગલે ફ્લાઇટના શેડયૂલ ઉપર પણ અસર પડવા લાગી છે. અમદાવાદ અવર-જવર કરતી ૩૩ ફ્લાઇટ ૧ થી ૩ કલાક માટે મોડી પડી હતી જ્યારે ૩ કેન્સલ કરવામાં આવી હતી. આમ, વરસાદ-પ્રતિકૂળ વાતાવરણને કારણે છેલ્લા બે દિવસમાં ૬૦થી વધુ ફ્લાઇટના શેડયૂલ ખોરવાઇ ચૂક્યા છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આજે વિસ્તારાની દિલ્હી-અમદાવાદ (યુકે ૯૫૯), અમદાવાદ-દિલ્હી (યુકે ૯૪૬) અને ઇન્ડિગોની દિલ્હી-અમદાવાદ (૬ઇ ૫૧૭) એમ ત્રણ ફ્લાઇટ પ્રતિકૂળ વાતાવરણને કારણે કેન્સલ કરવામાં આવી હતી. આજે અમદાવાદ-મુંબઇ વચ્ચે આવાગમન કરતી ૧૧ ફ્લાઇટ ૧ થી ૩ કલાક સુધી મોડી પડી હતી. જેમાં અમદાવાદ-મુંબઇની એર ઇન્ડિયાની ફ્લાઇટ (એઆઇ ૩૦)ને સૌથી વધુ વિલંબનો સામનો કરવો પડયો હતો. આ ફ્લાઇટ તેના નિર્ધારીત સમય સવારે ૪ઃ૨૫ના સ્થાને સવારે ૭ઃ૨૫ના અમદાવાદથી મુંબઇ માટે રવાના થઇ હતી.

મુંબઇમાં વહેલી સવારે તોફાની પવન ફૂંકાવવાને પગલે ફ્લાઇટના શેડયૂલ ઉપર અસર પડી હતી. ગુરુવારે મોડી રાત્રે હોંગકોંગ-દિલ્હીની એક ફ્લાઇટ અમદાવાદમાં ડાઇવર્ટ કરવાની પણ ફરજ પડી હતી. આ ફ્લાઇટ રાત્રે ૧૧ઃ૪૨ના અમદાવાદ આવી હતી અને રાત્રે ૧૨ઃ૩૦ના દિલ્હી જવા માટે રવાના થઇ હતી.

 

 

 

 

 

 


અમદાવાદની કઇ ફ્લાઇટ મોડી પડી?

ફ્લાઇટ એરલાઇન્સ    કેટલી મોડી પડી?

દિલ્હી-અમદાવાદ      ઇન્ડિગો ૨.૦૬ કલાક

મસ્કત-અમદાવાદ     સ્પાઇસ જેટ    ૧.૪૬ કલાક

અમદાવાદ-મુંબઇ      એર ઇન્ડિયા   ૨.૫૭ કલાક 

અમદાવાદ-કુવૈત      જઝીરા એરવેઝ        ૧.૩૬ કલાક

મુંબઇ-અમદાવાદ      એર ઇન્ડિયા   ૨.૧૫ કલાક

અમદાવાદ-દિલ્હી      સ્પાઇસ જેટ    ૧.૦૦ કલાક

અમદાવાદ-મુંબઇ      એર ઇન્ડિયા   ૨.૩૩ કલાક 

ચેન્નાઇ-અમદાવાદ     ગો એર        ૩.૧૭ કલાક 

અમદાવાદ-ચંદીગઢ   ગો એર        ૩.૦૨ કલાક

અમદાવાદ-ઓઝર     એર ઇન્ડિયા   ૨.૦૫ કલાક

ચેન્નાઇ-અમદાવાદ     એર ઇન્ડિયા   ૧.૩૩ કલાક

મુંબઇ-અમદાવાદ      ગો એર        ૧.૨૦ કલાક

મુંબઇ-અમદાવાદ      ઇન્ડિગો ૧.૩૦ કલાક

અમદાવાદ-મુંબઇ      ઇન્ડિગો ૧.૦૫ કલાક

અમદાવાદ-મુંબઇ      ગો એર        ૧.૧૨ કલાક

અમદાવાદ-ચેન્નાઇ     એર ઇન્ડિયા   ૧.૨૫ કલાક

અમદાવાદ-મુંબઇ      ગો એર        ૧.૩૦ કલાક

અમદાવાદ-જેસલમેર  સ્પાઇસ જેટ    ૧.૦૫ કલાક

અમદાવાદ-મુંબઇ      ઇન્ડિગો ૨.૦૬ કલાક 

કોલકાતા-અમદાવાદ  ઇન્ડિગો ૧.૪૭ કલાક

જેસલમેર-અમદાવાદ  સ્પાઇસ જેટ    ૨.૫૫ કલાક

ચંદીગઢ-અમદાવાદ   ગો એર        ૩.૦૧ કલાક

મુંબઇ-અમદાવાદ      ઇન્ડિગો ૧.૨૩ કલાક

અમદાવાદ-દેહરાદૂન  સ્પાઇસ જેટ    ૨.૧૫ કલાક

મુંબઇ-અમદાવાદ      એર ઇન્ડિયા   ૧.૦૦ કલાક

અમદાવાદ-ગોવા      ગો એર        ૨.૪૦ કલાક

અમદાવાદ-પૂણે       સ્પાઇસ જેટ    ૧.૦૫ કલાક

અમદાવાદ-જયપુર    સ્પાઇસ જેટ    ૧.૫૫ કલાક

બેંગાલુરુ-અમદાવાદ   સ્પાઇસ જેટ    ૧.૩૫ કલાક

ગોવા-અમદાવાદ      ગો એર        ૨.૩૫ કલાક

પૂણે-અમદાવાદ       સ્પાઇસ જેટ    ૧.૦૦ કલાક

અમદાવાદ-બેંગાલુરુ   સ્પાઇસ જેટ    ૧.૩૦ કલાક

અમદાવાદ-ચેન્નાઇ     ગો એર        ૨.૩૦ કલાક

 

 

Tags :