-અકસ્માત સર્જાતા હાઇવે નો ટ્રાફિક અડધો કલાક જામ થતા વાહનચાલકો અટવાયા
વડોદરા,તા 15 મે 2021,શનિવાર
વડોદરા નેશનલ હાઇવે કપુરાઇ ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજયા હતા કારમાં ફસાઈ ગયેલા મૃતદેહોને બહાર કાઢવા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
મૃત્યુ પામેલા ત્રણ યુવક સુરતથી અમદાવાદ તરફ જઇ રહ્યા હતા. વહેલી સવારે સુરત ઓલપાડ રોડ ઉપર આવેલ પરા સુખ મંદિર રો-હાઉસમાં રહેતા અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉં.વ.36), સી-102, યોગીનગર સોસાયટી, સરથાણા-સુરત ખાતે રહેતા સંજયભાઇ ઉર્ફ ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. 27) અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાંભણીયા ગામ રહેતા રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલીયા (ઉં.વ. 42) કારમાં સુરતથી અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. તેઓના ઘટનાસ્થળે મોત નિપજયા હતા.
દરમિયાન વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને ઝોકુ આવી જતાં તેઓએ પોતાના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો. હોવાથી અકસ્માત સર્જાયો હતો ચાલકે ડ્રાઇવીંગ ઉપરથી કાબુ ગુમાવતાજ કાર રોડ વચ્ચેનો ડીવાઇડર કૂદી રોંગ સાઇડઉપર આવી ગઇ હતી. અને તેજ સમયે અમદાવાદથી સુરત તરફ જઇ રહેલી ટ્રકમાં કાર ભટકાઇ હતી. આ બનાવને પગલે હાઇવે ઉપરનો વાહન વ્યવહાર પણ અડધો કલાક માટે ખોરવાઇ ગયો હતો.


