અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિની 3313 અરજી પડતર
પાટનગરના જિલ્લામાં જ આવી સ્થિતિ
નવા વર્ષના બે મહિના પસાર થઇ જવા છતાં આગળના વર્ષની અરજીઓની
ચકાસણીની કામગીરી પુરી થઇ નથી
ગાંધીનગર : ઉચ્ચ શિક્ષમ અને કચડાયેલા વર્ગના ઉદ્ધારની વાતો વચ્ચે વિધાનસભામાં મંત્રી દ્વારા જ આપવામાં આવેલી માહિતી ચોંકાવનારી છે અને પાટનગરના ગાંધીનગર જિલ્લામાં જ કામગીરી ઢીલી હોવાની સાબિતી આપે છે. ગાંધીનગર જિલ્લામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ માટેની અરજીઓની ચકાસણી કરવાની બાકી હોવાથી માત્ર ૧૯૪ અરજીઓ મંજુર થઇ છે અને ૩,૩૧૩ અરજીઓ પડતર પડી રહી છે.
રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી દ્વારા વડગામના ધારાસભ્ય
જિગ્નેશ મેવાણીએ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું છે, કે
ગાંધીનગર જિલ્લામાં જાન્યુઆરી ૨૦૨૩ની સ્થિતિએ વર્ષ ૨૦૨૨-૨૩ માટે અનુસૂચિત જનજાતિના
વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજનાનો લાભ મેળવવા માટે તંત્રને ૩,૫૦૭ અરજીઓ મળી હતી. તેમાંથી ૧૯૪ અરજીમાં શિષ્યવૃતિ ચૂકવવામાં આવી હતી અને
૩,૩૧૩ અરજીઓ પડતર પડી છે. જેની ચકાસણી કરવાની કામગીરી ચાલી
રહી છે. જે બનતી ત્વરાએ પુરી કરવામાં આવશે.
વિધાનસભા પ્રશ્નોત્તરીમાં આ સિવાય ગાંધીનગર જિલ્લા સંબંધમાં વિવિધ પ્રશ્નો ધારાસભ્યોએ પૂછયા હતાં. તેના જવાબોમાં જણાવ્યા પ્રમાણેબે વર્ષમાં કઠોળના પાકમાં આંતર પાક ખેત પદ્ધતિ માટે ૩૫૫ નિદશ૪ન યોજીને ૮.૪૦ લાખની સહાય અપાઇ હતી. જ્યારે કોલ્ડ સ્ટોરેજ પર સોલર રૃફટોપ માટે ૧.૪૩ કરોડની સહાય ચૂકવાઇ હતી.રૃપિયા ૭ લાખના ખર્ચે ૬ પશુપાલન શિબિર યોજાઇ તેમાં ૨,૧૩૩ લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતાં.અનુસૂચિત જાતિના ૧૦૧ લાભાર્થીને ૨ લાખની સહાય આપવા સાથે મરઘાપાલનની તાલીમ અપાઇ હતી. બે વર્ષમાં પાવર ડ્રીવન ચાફકટર ખરીદી સહાય યોજના અંતર્ગત બિન અનામત જાતિના ૧૯૨ અને અનુસૂચિત જાતિના ૪ લાભાર્થીની અરજી મંજુર કરીને તેમને અનુક્રમે ૧૮.૯૦ લાખ અને ૫૪ હજારની સહાય ચૂકવવામાં આવી હતી.