કલોલ, પલસાણા, જાસપુરને જોડતા રોડ પાછળ રૃપિયા 29 કરોડ ખર્ચાશે
Updated: Nov 21st, 2023
કલોલ તાલુકામાં વધુ એક રોડની મંજુરી
ગાંધીનગરના સાંસદના મત વિસ્તારમાં ૨૨ ગામને જોડતાં વિવિધ ૪૮ રસ્તાઓના કામ ૧૫ કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ
ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં જાહેર માળખાકીય સુવિધાના
નાનાથી લઇને મોટા કામ સંબંધમાં સીધું દિલ્હીથી ધ્યાન અપાય છે. ત્યારે મત
વિસ્તારમાં આવતા કલોલ તાલુકાના ગામડાના વિસ્તારમાં રસ્તાની સમસ્યાનું સૌથી પહેલા
નિરાકરણ આવી જવાનો છે. કોન્ટ્રાક્ટરો દ્વારા ઓનલાઇન ટેન્ડરિંગનો બહિસ્કાર કરવામાં
આવ્યાં પહેલા જ આ સંબંધેની ટેન્ડર પ્રક્રિયા પુરી કરી દેવામાં આવી હોવાના કારણે
અને ચોમાસાની સત્તાવાર વિદાય થઇ ગયાના પગલે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગની
બાંધકામ શાખા દ્વારા રૃપિયા ૧૫ કરોડના ખર્ચ અંદાજ સાથે ઉપરોક્ત રસ્તાના કામ એક
પખવાડિયા પહેલાં જ શરૃ કરી દેવામાં આવ્યા હોવાથી આ કામો પ્રગતિ હેઠળ આવી ચૂક્યાં
છે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સમગ્ર જિલ્લામાં
રૃપિયા ૫૦ કરોડના ખર્ચના રસ્તાના નવીનીકરણના કામના આયોજન તૈયાર કરી દેવામાં આવ્યા
છે. તેમાંથી પ્રથમ તબક્કે કલોલ તાલુકા વિસ્તારમાં ૨૨ જેટલા ગામડાઓને જોડતા અને ૯૭
કિલોમીટર જેટલી લંબાઇ ધરાવતા ૪૮ જેટલા ગ્રામ્ય રસ્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કામગીરી ડિસેમ્બર મહિના સુધીમાં પૂર્ણ થઇ જવાની ધારણા રાખવામાં આવી રહી હોવાનું
ઇજનેરી સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું. હવે કલોલ તાલુકામાં જ મહત્વના એવા
કલોલ, પલસાણા, જાસપુર માર્ગનું
કામ હાથ ધરવાની સરકાર દ્વારા મંજુરી આપી દેવામાં આવતાં તેના સંબંધે ટેન્ડર
પ્રક્રિયા કરવા માટે વહીવટી આયોજન શરૃ કરી દેવાયું છે.