Get The App

એકતાનગરમાં ૨૮૪ કરોડના પ્રોજેકટસનું ખાત મુહૂર્ત- લોકાર્પણ

આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે એકતા પરેડમાં ભાગ લેશે

Updated: Oct 30th, 2024

GS TEAM

Google News
Google News
એકતાનગરમાં ૨૮૪ કરોડના પ્રોજેકટસનું ખાત મુહૂર્ત- લોકાર્પણ 1 - image

રાજપીપળા,તા.૩૦ પ્રકાશ પર્વ દિવાળી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા એકતાનગરમાં રૃા.૨૮૪ કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ ંહતું. તેમણે નવા  પ્રવાસન અને આકર્ષણ કેન્દ્રોની સાથે સાથે પ્રવાસન કાર્યના વિકાસને પ્રોત્સાહન આપતા પ્રોજકેટસનું અનાવરણ કર્યુ ંહતું. 

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે તેમણે બોન્સાઇ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એકસપીરિયન્સ સેન્ટર જેવા મહત્વાકાંક્ષી પ્રોજેકટસ અને ૫૦ બેડની ક્ષમતા ધરાવતી સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલનું પણ ઉદઘાટન કર્યુ ંહતું.

ટ્રાફિક વ્યવસ્થાપન અને એકતાનગરની સુંદરતાને વધારવા બસ સ્ટોપ અને ૧૦ પિકઅપ વિસ્તારોમાં સુંદર ટ્રાફિક સર્કલ્સ બનાવવામાં આવ્યા છે. ૧૦ સ્માર્ટ બસ સ્ટોપ અને ૧૦ પિકઅપ સ્ટેન્ડના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કર્યું છે. ૧૦ સ્થળે પુશબટન પેડેસ્ટ્રિયન ક્રોસિંગ શરુ કરાયા છે.પાણી, પ્રકૃતિ અને એકતા પર આધારિત ૨૪ શિલ્પકૃતિઓ અગાઉ બનાવવામાં આવી હતી. આ શિલ્પો હવે એકતાનગરના વિવિધ જાહેર સ્થળોએ સ્થાપિત કરવામાં આવ્યા છે. બસખાડીથી વ્યુ પોઇન્ટ-૧ સુધીના વોકવે તેમજ એકતા દ્વારથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીના નવનિર્મિત માર્ગોના પ્રથમ તબક્કાનું પણ ઉદઘાટન કર્યુ ંહતું.

૨૩.૨૬ કરોડના ખર્ચે ૪ મેગાવોટ સોલર પ્રોજેકટસનું પણ લોકાર્પણ કરાયુ હતું. પ્રધાનમંત્રીએ એકતાનગર ખાતે સાકાર થઇ રહેલા પ્રકલ્પ પ્રોજેકટ પ્રદર્શનિનું નિરિક્ષણ કર્યું હતું. એ અગાઉ ગુરુકુળ હેલિપેડ ખાતે વડાપ્રધાન આવી પહોંચ્યા ત્યારે તેમનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.

૩૧ ઓકટોબરે સવારે વડાપ્રધાન ૭ વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરશે. સવારે ૭.૩૦ વાગે મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે. દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ તેમની સમક્ષ વિવિધ કરતબો બતાવશે. સુરક્ષા જવાનોની પરેડનું પણ નિરિક્ષણ કરશે.



Tags :