Get The App

MSUની ૧૪ ફેકલ્ટીના ૧૬૫ વિદ્યાર્થીઓને ૨૭૮ ગોલ્ડ મેડલ એનાયત કરાશે

એમ.એસ.યુનિ.ના ૬૮માં પદવીદાન સમારોહમાં

યુનિ.માં ફરી એકવાર વિદ્યાર્થિનીઓએ સૌથી વધુ ગોલ્ડ મેડલ મેળવવામાં આગળ રહી

Updated: Jan 17th, 2020

GS TEAM

Google News
Google News
MSUની ૧૪ ફેકલ્ટીના ૧૬૫ વિદ્યાર્થીઓને ૨૭૮ ગોલ્ડ મેડલ એનાયત કરાશે 1 - image

વડોદરા, તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર

એમ.એસ.યુનિ.નો ૬૮મો પદવીદાન સમારોહ તા.૨૯ જાન્યુઆરીના રોજ યોજાનાર છે. જેમાં ૧૪ ફેકલ્ટીના ૧૬૫ વિદ્યાર્થીઓને ૨૭૮ ગોલ્ડ મેડલ એનાયત કરાશે.

યુનિ.ની દરેક ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ વચ્ચે ગોલ્ડ મેડલ મેળવવા માટે તેજ ટક્કર જોવા મળી હતી. પણ આ રેસમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ છોકરીઓ જ આગળ નીકળી ગઈ છે. ૧૪ ફેકલ્ટીમાંથી વિદ્યાર્થીઓને ફાળે ૧૦૪ જ્યારે વિદ્યાર્થિનીઓને ફાળે ૧૭૪ ગોલ્ડ મેડલ જાય છે. ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓને સૌથી વધુ ૨૯ જ્યારે સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થિનીઓને સૌથી વધુ ૨૮ ગોલ્ડ મેડલ મળશે. ૬૮માં પદવીદાન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે યુજીસીના ચેરમેન પ્રો.ડી.પી.સિંહ હાજર રહેશે.

પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓએ સ્કાર્ફ પહેરવો ફરજિયાત

પદવીદાન સમારહોમાં હાજર રહીને પોતાની પદવી મેળવવા માંગતા જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરેલી છે. તેઓએ તા.૨૦થી ૨૮ જાન્યુ.સુધી ઓફિસ સમય દરમિયાન અરજીની પ્રિન્ટ આઉટ અથવા  ફી રસિદ અને એમપ્લોઈમેન્ટ માટેની માહિતીના ફોર્મની પ્રિન્ટ આઉટ જમા કરાવાની રહેશે ત્યારબાદ તેઓને સ્કાર્ફ આપવામાં આવશે. આ સ્કાર્ફ પદવીદાન સમારોહમાં પહેરવો ફરજિયાત છે.ં

Tags :