ગાંધીનગર શહેરમાં 25 અને જિલ્લામાં 36 કન્ટેન્મેન્ટ ઝોન
- કોર્પોરેશનના 42782 મળી જિલ્લામાં 95414 વ્યક્તિઓ આરોગ્ય તંત્રના સર્વેલન્સ હેઠળ
- ગાંધીનગર તાલુકામાં સૌથી વધુ 13 ઝોન
ગાંધીનગર, તા. 19 મે 2020, મંગળવાર
રાજય સરકાર દ્વારા ગઈકાલે લોકડાઉન-૪માં કન્ટેન્મેન્ટ અને નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં છુટછાટ આપી છે. જેમાં કન્ટેન્મેન્ટ ઝોનમાં અગાઉની જેમ જ લોકડાઉનનું કડક પાલન કરાવવાનું નક્કી કરાયું છે. ગાંધીનગર જિલ્લામાં હાલની સ્થિતિએ ૩૬ જ્યારે ગાંધીનગર શહેરમાં રપ વિસ્તારોને કન્ટેન્મેન્ટ ઝોનમાં આવરી લેવામાં આવ્યા છે. ત્યારે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારના ૪૨૭૮૨ વ્યક્તિઓ મળીને જિલ્લામાં ૧૦૭૬૯ પરિવારોના પર૬૩૨ લોકો હાલ આરોગ્ય તંત્રના સર્વેલન્સ હેઠળ છે. જિલ્લામાં સૌથી વધારે ગાંધીનગર તાલુકામાં ૧૩ વિસ્તારોને કન્ટેન્મેન્ટ ઝોનમાં આવરી લેવાયા છે.
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે ત્રણ અલગ અલગ તબક્કા લોકડાઉન પુરુ થયા બાદ લોકડાઉન-૪માં શરતોને આધિન છુટછાટ આપવામાં આવી છે. જેમાં કન્ટેન્મેન્ટ અને નોન કન્ટેન્મેન્ટ ઝોન એમ બે ભાગ પાડવામાં આવ્યા છે. નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં તમામ સેવાઓ ઓડ-ઈવન પ્રમાણે ચાલુ રાખવા નિર્ણય કરાયો છે ત્યારે કન્ટેન્મેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાય કોઈ સેવા ચાલુ નહીં રહી શકે.
ગાંધીનગર જિલ્લામાં હાલની સ્થિતિએ ૩૬ કન્ટેન્મેન્ટ ઝોન છે જેમાં ગાંધીનગર તાલુકામાં ભાટ, રાંધેજા, સરગાસણ, પેથાપુર, ઝુંડાલ, અડાલજ, ઉવારસદ, વાવોલ, વાસણા ચૌધરી, કુડાસણ, રાંદેસણ, છાલા, શેરથા, ખોરજના અમુક વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે દહેગામ તાલુકામાં હાલીસા, પાલૈયા, હરખજીના મુવાડા, નાંદોલ, ઈસનપુર ડોડીયા, જીંડવા, સબદલપુર અને દહેગામ શહેરનો અમુક વિસ્તાર સમાવાયો છે. તો કલોલ તાલુકામાં કલોલ શહેરનો અમુક વિસ્તાર, વડસર એરફોર્સ સ્ટેશન, બોરીસણા, પલાસણા, છત્રાલ, અમરાપુર અને રાંચરડાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ જ પ્રમાણે માણસા તાલુકાના ઈટાદરા ફાર્મ હાઉસ, બદપુરા, ચડાસણા, પુન્દરા, જામળાનો સમાવેશ થયો છે. જિલ્લામાં કુલ ૧૦૭૬૯ પરિવારોના ૫૨૬૩૨ લોકો આરોગ્ય તંત્રના સર્વેલન્સ હેઠળ છે. સૌથી વધારે ગાંધીનગર તાલુકાના ૧૩ ઝોન સર્વેલન્સ હેઠળ છે. તો ગાંધીનગર શહેરમાં રપ જેટલા વિસ્તારો કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યા છે જેમાં સે-૧ર, સે-૩/સી, સે-૭/ડી, સે-૭/સી, સે-૮/સી, સે-ર/બી, સે-૩/ન્યુ, સે-૧૩/બી, સે-ર૪ શ્રીનગર, સે-રર પુષ્પક ફલેટ વાસ્તુનિર્માણ સોસાયટી, સે-૩૦ સર્વોદય નગર, સે-ર/સી, સે-૧૭ ફાયર બ્રિગેડ, સે-પ/સી, સે-૩/બી, સે-ર૪ ઈન્દિરાનગર, સે-ર૧ કેટેગરીના ત્રણ બ્લોક, સે-ર૭ સ્વસ્તિક સોસાયટી પ્લોટ નં.૧૦૦૩થી ૧૧૫૪, સે-ર૭ એસઆરપી બેરેક ૧થી ૭, સે-૮/બી પ્લોટ નં.૩૦૧થી ૩૧૨ અને પ્લોટ નં.૩૧૭થી ૩૨૪ તથા પ્લોટ નં.૪૨૮થી ૪૩૮, સે-૪/સી પ્લોટ નં.૫૬૧થી ૭૧૪, સે-ર૩ પ્લોટ નં.૩૮૧એ થી ૩૯૪એ તેમજ કેટેગરી એક અને બે, સે-ર૪ સહયોગ એપાર્ટમેન્ટ અને શિવમ એપાર્ટમેન્ટ, સે-ર૭ પોલીસ લાઈન પ્લોટ નં.૧૯થી રર અને સે-૧૩/એ પ્લોટ નં.૫૪૬થી ૫૭૨ તથા પ્લોટનં.૫૮૫થી ૫૯૩નો સમાવેશ થાય છે. ત્યારે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારના ૪૨૭૮૨ વ્યક્તિઓ પણ આરોગ્ય તંત્રના સર્વેલન્સ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.