Get The App

કોર્પોરેશનની ચુંટણીમાં ગાંધીનગર ડેપોની 25 બસોનો ઉપયોગ કરાશે

Updated: Oct 1st, 2021

GS TEAM


Google News
Google News
કોર્પોરેશનની ચુંટણીમાં ગાંધીનગર ડેપોની 25 બસોનો ઉપયોગ કરાશે 1 - image


ચુંટણી સાહિત્ય તેમજ કર્મચારીઓને બુથ ઉપર લાવવા મુકવા માટે પોલીસ સ્ટાફ સાથે બસો દોડાવવામાં આવશે

ગાંધીનગર: રવિવારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી યોજાવાની છે ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તો ઇવીએમ સહિત ચુંટણી સાહિત્ય અને કર્મચારીઓને બુથ સુધી પહોંચાડવા માટે ખાસ બસોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જે અંતર્ગત ગાંધીનગર ડેપો દ્વારા આ કામગીરીના ભાગરૃપે ૨૫ બસોની ફાળવણી કરવામાં આવી છે. શનિવારે સવારે તમામ કર્મચારીઓને બુથ ઉપર મુક્ી આવ્યા બાદ રવિવારે સાંજે ચુંટણી પુર્ણ થયા બાદ પરત ફરશે.

ગાંધીનગર મહાનગરપાલિકાના અગીયારવોર્ડની ચુંટણીનું રવિવારે આયોજન કરવામાં આવ્યું છે. વહિવટી તંત્ર દ્વારા ચુંટણીને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે સુરક્ષિત રીતે ઇવીએમ તથા ચુંટણી સાહિત્ય અને કર્મચારીઓ મતદાન બુથ સુધી પહોંચે તે માટેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. આમ સુરક્ષિત રીતે આ કામગીરી પાર પડે તે માટે એસટીની બસોનો ઉપયોગ કરવામાં આવશે. આ વખતની ચુંટણીમાં ૧૮ જેટલા ગામોનો સમાવેશ કોર્પોરેશનમાં કરાયો હોવાથી બુથની સંખ્યા પણ વધી જશે. જેથી ચુંટણીની પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓ શનિવારે સવારના સમયે જે તે નિયત કરેલાં સ્થળે એકઠા થશે અને ત્યાંથી તબક્કાવાર જે પ્રકારે બુથ ઉપર ફરજ સોંપવામાં આવશે તેની સામગ્રી અને સાહિત્ય લઇને તેઓ બસ થકી પહોંચી શકે તે માટે તંત્રએ ડેપો પાસે બસની માંગણી કરી હતી. જે અંતર્ગત ગાંધીનગર ડેપો દ્વારા ચુંટણીની કામગીરીના ભાગરૃપે ૨૫ બસો ફાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બસમાં કર્મચારીઓ ઇવીએમ તથા ચૂંટણી સાહિત્ય લઇને બુથ ઉપર જશે. તો રવિવારે સાંજના સમયે ચુંટણી પ્રક્રિયા પુર્ણ થયા બાદ પરત બસોમાં મતગણતરી કેન્દ્રએ પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા પુરી પડાશે.

Tags :