નડિયાદ તથા મહેમદાવાદમાં જુગાર રમતા 24 જુગારિયા ઝડપાઇ ગયા

Updated: Sep 2nd, 2023


Google NewsGoogle News
નડિયાદ તથા મહેમદાવાદમાં જુગાર રમતા 24 જુગારિયા ઝડપાઇ ગયા 1 - image


શ્રાવણ માસમાં જુગારની બદી વકરી

પોલીસે બાતમીના આધારે રેડ પાડી, તમામ સામે કાર્યવાહી હાથ ધરાઇ

નડિયાદ: નડિયાદ તથા મહેમદાવાદ પોલીસે જુગાર રમતા ઇસમોને ઝડપી પાડી દાવ પરથી તથા અંગજડતીમાંથી મળી રકમ કુલ રૂ.૩૨,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. નડિયાદ ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં નીકળેલ હતી. આ દરમિયાન બાતમી મળેલ કે મરીડા ભાગોળ, પીલવાઈ તલાવડી નજીક અબ્દાલ મોહલ્લામાં ખુલ્લામાં કેટલાક ઈસમો પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. 

જે બાતમી આધારે પોલીસે દરોડો પાડતા હનીફશાહ ઉર્ફે જટપટ કાળુશા અબ્દાલ,અબ્દુલકાદીર ઉર્ફે બાબુ મહંમદશા અબ્દાલ, સાદીકહુસેન એહમદહુસેન શેખ, સફીશા ઉર્ફે સફી દોરી વાળા રહેમાનશા અબ્દાલને ઝડપી પાડી દાવ પરની રકમ તથા અંગજડતીની રકમ મળી કુલ રૂ.૧૦,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ ઉપરાંત નડિયાદ મલારપુરા રાવળવાસમાં ઓટલા ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક ઈસમો જુગાર રમે છે. જે બાતમી આધારે પોલીસે રેઈડ કરતા કાળીદાસ ચીમનભાઇ રાવળ, હિતેષભાઇ કનુભાઇ તળપદા, ભરતભાઇ ઉર્ફે લલ્લુ જગદિશભાઇ તળપદા, મહેબુબ ઉર્ફે પ્રેમ સફીભાઇ વ્હોરાને ઝડપી પાડી તેમની અંગજડતી તથા દાવપરની રકમ મળી કુલ રૂ.૧૦,૨૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

જ્યારે નડિયાદ ધનલક્ષ્મી સોસાયટીની છેલ્લી ગલીમાં ખુલ્લામાં લોકો જુગાર રમે છે. જે બાબતની જાણ થતા પોલીસે રેઈડ પાડતા જતીનભાઇ ઉર્ફે લાલો મગનભાઇ સોલંકી, અતુલકુમાર દિનકરભાઇ પાટીલ, નરેન્દ્ર દેવીદાસ સેવાળે, રૂપેશ લક્ષ્મણભાઇ બડગુર્જર, પ્રવિણસિંહ ઉર્ફે ટીનો સામંતસિંહ સોઢા, નિકેશભાઇ ઉર્ફે ખીચડી સંજયભાઇ જાદવ, અમીતકુમાર સુભાષભાઇ ચૈાધરીને ઝડપી પાડી તેમની દાવ પરની રકમ તથા અંગજડતીની રકમ મળી કુલ રૂ. ૧૩,૦૫૦ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.

જ્યારે મહેમદાવાદ પોલીસ પેટ્રોલિંગમાં નીકળેલ હતી. આ દરમિયાન બાતમી મળેલ કે નેનપૂર રોહિતવાસમાં સ્ટ્રીટલાઈટના અજવાળે ખુલ્લામાં કેટલાક લોકો પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. 

જે બાતમી આધારે પોલીસે દરોડો પાડી અનકુમાર અંબાલાલ રોહિત, ચંદ્રેશકુમાર કાન્તીભાઇ પરમાર, શશીકાન્ત દિનેશભાઇ પરમાર, ઇન્દ્રવદન ડાહ્યાભાઇ પરમાર, રમેશભાઇ રેવાભાઇ મકવાણા,નરેશકુમાર રમેશભાઇ પરમાર, ચિરાગકુમાર પ્રવિણભાઇ પરમાર, નરેન્દ્રકુમાર કાન્તીભાઇ પરમાર, અરવિંદભાઇ નારણભાઇ પરમારને ઝડપી પાડી તેમની અંગજડતી તથા દાવ પરની રકમ મળી કુલ રૂ.૯,૧૦૦ રોકડ તથા જુગાર રમવાના સાધનો સહિત મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે નડિયાદ તથા મહેમદાવાદ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News