અમદાવાદમાં વધુ 22 વિસ્તારો માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા
- 24 એરિયાને કન્ટેન્મેન્ટમાંથી મુક્ત કરાયા
- કુલ સંખ્યા 382ની ઉપર થઈ ગઈ
અમદાવાદ, તા. 7 સપ્ટેમ્બર, 2020, સોમવાર
અમદાવાદમાં વકરી રહેલા કોરોના દરમ્યાન માઈક્રો કન્ટેન્મેન્ટની સંખ્યા વધીને 382ની થઈ ગઈ છે. આજે જુના 24 કન્ટેન્મેન્ટ હટાવવામાં આવ્યા છે, જ્યારે નવા 22 સ્થળોએ માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.
નવા માઈક્રો કન્ટૈેન્મેન્ટ અનોખી એપાર્ટમેન્ટ મણીનગર, હરેકૃષ્ણપાર્ક વટવા, કમલેશ્વરપાર્ક ઘોડાસર, ચંદનનગર નારોલ, રત્નદિપ સોસા. વટવા, વિજયનગર નારોલ, હરિકૃપા એપા. રામોલ, અંબીકાનગર સરખેજ, શ્રીનંદનગર વેજયપુર, સુલય રેસી. સરખેજ, ઓર્ચિડ એલેગાન્સ બોપલ, ઈસ્કોન પ્લેટિનમ બોપલ, શુભ દર્શન જોધપુર, વ્રજભૂમિ રેસી. નરોડા, લક્ષ્મીવિલા નરોડા, મનમંદિર ફ્લેટ ઈન્ડિયા કોલોની, ઓલ્ડ જીવોર્ડ કુબેરનગર, આર્યન ગોતા, શેતુ વાટિકા ગોતા, આઈસીબી પાર્ક ચાંદલોડિયા, ગાંધીપાર્ક વિરાટનગર, બાલાજી એવન્યુ નિકોલ વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.