FOLLOW US

માતા કામ માટે બહાર નીકળી અને બે વર્ષના બાળકથી લોક વાગી જતા પોણો કલાક હીબકે ચડ્યો : ફાયર બ્રિગેડે બચાવ્યો

Updated: May 26th, 2023

વડોદરા,તા.26 મે 2023,શુક્રવાર

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા શ્રીનાથ ક્લાસીક નતાશા પાર્કના એક ફ્લેટમાં રમત રમતમાં લોક લાગી જતા બે વર્ષનો બાળક પોણો કલાક સુધી હીબકે ચડ્યો હતો આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા લાસ્કરોએ સ્થળ પર પહોંચી જઈ આધુનિક ગનનો ઉપયોગ કરી દરવાજો પોલો કરી બાળકને બહાર કાઢ્યો હતો.

નિઝામપુરા વિસ્તારમાં શ્રીનાથ ક્લાસિક ફ્લેટમાં ડી.402 માં રહેતા અને બેંક ઓફ બરોડા અલકાપુરીમાં ફરજ બજાવતા અજેસ અપ્પુકુટ્ટન થોડા સમય પહેલા જ કેરાલા થી બદલી થઈને આ ફ્લેટમાં રહેવા આવ્યા છે. આજે સવારે તેમના પત્ની કામ માટે ફ્લેટની બહાર નીકળ્યા હતા ત્યારે અંદર તેમનો બે વર્ષનો બાળક હતો. તે રમતો રમતો દરવાજા સુધી પહોંચતા તેનાથી ભૂલથી દરવાજો બંધ થઈ ગયો હતો. જેને કારણે લોક વાગી ગયું હતું. જેથી રૂમમાં પુરાઈ ગયો હતો. ફ્લેટમાંથી બાળકના રડવાનો અવાજ સાંભળી બાજુમાં રહેતા પડોશીએ તેના પિતાનો ફોન પર સંપર્ક કર્યો અને દરવાજો ખોલવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પરંતુ દરવાજો ખુલ્યો નહીં દરમ્યાનમાં બાળકની માતા પણ તાત્કાલિક ઘરે પહોંચતા તેમણે પણ ચાવી વડે દરવાજો ખુલવાનો પ્રયત્ન કર્યો. પરંતુ દરવાજો ખુલ્યો નહીં તે બાદ તેના પિતા પણ ઘરે આવી તેમની પાસેની ચાવીથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમાં પણ સફળતા મળી નહીં તે દરમિયાન ફ્લેટમાં પુરાઈ ગયેલા બાળકની રોકકડ વધી ગઈ હતી. અડધો કલાકથી વધુ સમય થઈ જતા આખરે તેઓએ ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો.

ફાયર બ્રિગેડને ફરિયાદ મળતાની સાથે જ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ દરવાજો ખોલવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો અને ફ્લેટમાં પુરાઈ ગયેલા બાળકને બહાર કાઢવામાં સફળતા મળી હતી આ બનાવમાં ફાયર બ્રિગેડે. દરવાજો તોડવાની જરૂર પડી ન હતી અને લાશ્કરોએ આધુનિક ગનનો ઉપયોગ કરી દરવાજો ખોલ્યો હતો.

Gujarat
IPL-2023
Magazines