ખેડા જિલ્લામાં જુદા જુદા 2 માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત
નડિયાદ : ખેડા જિલ્લામાં બે અલગ અલગ સ્થળો પર ગમખ્વાર અકસ્માતો સર્જાયા હતા. મહુધા તાલુકાના રામનામૂવાડા ગામના એક મંદિર પાસે અને નડિયાદ તાલુકાના વડતાલના ગોમતી તળાવ પાસે અકસ્માત થયો હતો. બંને અકસ્માતોના બનાવોમાં કુલ બે વ્યક્તિઓના મૃત્યુ નિપજયા હતા. જ્યારે ચાર વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોચી હતી.
મહુધા તાલુકાના નાની ખડોલ ઘનાળા મહોલ્લામાં રહેતા જેતુનબીબી મલેક,તેમનો દિકરો ફીરોજભાઇ,પત્ની રૂકશારબાનુ, ફીરોજભાઇનો દિકરાઓ રહીશ તથા આર્યન,તેમના નાન દિકરો રફીકમીયાનો દિકરો અયાન રીક્ષામાં પીઠાઇ ગામે ખબર જોવા માટે નિકળ્યા હતા.સાંજના સાત વાગ્યાની અરસામાં તેઓ નાની ખડોલ આવવા નિકળ્યા હતા.તે સમયે રામના મૂવાડા ગામ પાસેથી પસાર થતા એક ગાડીના ચાલકે તેની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રીક્ષાને અડફેટ મારી હતી.આ બનાવમાં જેતુનબીબી, ફીરોજમીયા, તેમની પત્ની રૂકશાના,આર્યનને તાત્કાલિક સારવાર અર્થે મહુધા સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા.જ્યા ફરજ પરના તબીબી અધિકારીએ આર્યન ને મૃત જાહેર કર્યો હતો.આ બનાવ અંગે જેતુનબીબી રસુલમીયા મલેકે મહુધા પોલીસ મથકે ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
નડિયાદ તાલુકાના વલેટવા ગામે રહેતા રાયસિંગભાઇ સોલંકી નો દિકરો પ્રકાશભાઇ અને નિમેશકુમાર વાળંદ વલેટવાથી વડતાલ રીક્ષામાં જતા હતા.તે સમયે રસ્તામાં એકાએક શ્વાન આડુ આવતા રીક્ષાના ચાલકે એકદમ બ્રેક મારતા રીક્ષા પલ્ટીખાઇ ગઇ હતી.જેથી રીક્ષામાં બેઠેલ પ્રકાશભાઇ અને રીક્ષાના ડ્રાઇવરને શરીરે ઇજાઓ પહોચી હતી.
બંને વડતાલની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.તે સમયે પ્રકાશભાઇને સિટીસ્કેન કરવાનુ જણાવતા નડિયાદ સિવિલ હોસ્પિટલ લાવતા સમયે રસ્તામાં મૃત્યુ પામ્યા હતા.આ બનાવ અંગે રાયસિંગભાઇ ડાહ્યાભાઇ સોલંકીએ ચકલાસી પોલીસ મથકે રીક્ષાના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે મહુધા અને ચકલાસી પોલીસે ફરિયાદો લઇ ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.