૧૯૪૦૪ કૂતરાનું ખસીકરણ કરવા પાછળ ૧.૮૮ કરોડ ખર્ચ
ખસીકરણ પાછળ ખર્ચ કરવા છતાં કૂતરાનો ત્રાસ યથાવત
વડોદરા,તા,27,નવેમ્બર,2020,શુક્રવાર
વડોદરા મ્યુનિ. કોર્પોરેશને વર્ષ ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ અને ચાલુ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ૧૯૪૦૪ કૂતરાઓનું ખસીકરણ કર્યું છે અને તે માટે રૃા. ૧.૮૮ કરોડનો ખર્ચ કર્યો છે.
વડોદરા કોર્પોરેશનમાં આ માટે આરટીઆઇ હેઠળ માહિતી માગવામાં આવી હતી. વર્ષ ૨૦૧૪-૧૫માં શહેરમાં એક સર્વે કરાયો હતો. જેમાં ૪૪ હજાર રખડતા કુતરા હોવાનું બહાર આવ્યું હતું, એ પછી પણ કુતરાની સંખ્યા વધતી રહી છે. ૨૦૧૯-૨૦ સુધીમાં ૪૬૪૫૮ રખડતા કુતરાનું રસીકરણ કરાયુ હતુ. એક કુતરાના ખસીકરણ પાછળ ૧૦૫૦ ચુકવવામાં આવે છે. વર્ષ ૨૦૧૮-૧૯થી ચાલુ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ચાપડની એક સંસ્થાને ૮૪૭૭ કુતરાના ખસીકરણ માટે રૃા.૮૨.૨૦ લાખ અને બીજી એક સંસ્થાને ૧૦૯૨૭ કુતરાના ખસીકરણ માટે રૃા. ૧.૦૬ લાખ ચુકવાયા છે. ખસીકરણ પાછળ કરોડોના ખર્ચ છતા રખડતા કુતરાનો ત્રાસ યથાવત રહ્યો છે.