Get The App

વડોદરામાં ખાદ્ય પદાર્થોના 19 નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસતા નાપાસ

Updated: Aug 8th, 2023

GS TEAM


Google News
Google News
વડોદરામાં ખાદ્ય પદાર્થોના 19 નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસતા નાપાસ 1 - image

image : Freepik

- ગ્રીન ચટણી, તુવેર દાળ, પનીર, આઈસ્ક્રીમ અને ખાદ્યતેલના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયા 

- હવે વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

વડોદરા,તા.8 ઓગષ્ટ 2023,મંગળવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ગયા મે તેમજ જુન માસ દરમ્યાન વડોદરા શહે૨નાં જુદા-જુદા વિસ્તારોમાંથી ખાધ પદાર્થોનાં શંકાસ્પદ નમુનાઓ લેવામાં આવેલ હતા. જેમાંથી 19 નમુનાઓ નાપાસ જાહેર થયેલ છે. આ 19 નમુનાઓમાં ગ્રીન ચટણી, પનીર, આઈસ્ક્રીમ, તુવેર દાળ, ખાદ્ય તેલ વગેરેનો સમાવેશ થાય છે.ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ જે ધારા ધોરણો નક્કી કર્યા છે, તે મુજબ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી કરતા આ તમામ નમુના નાપાસ એટલે કે સબ સ્ટાન્ડર્ડ અર્થાત હલકી ગુણવત્તા વાળા જાહેર થયેલ છે. જે વેપારીઓના નમુના નાપાસ થયા છે તેઓની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

વડોદરામાં ખાદ્ય પદાર્થોના 19 નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસતા નાપાસ 2 - image

આ વેપારીઓના કેસ એડ્યુકેટીંગ ઓફિસર એટલે કે આરએસી સમક્ષ ચાલશે તેમ કોર્પોરેશનના આરોગ્ય ખાતાના ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડો મુકેશ વૈદ્યે જણાવ્યું હતું. કયા વેપારીનો કયો નમૂનો નાપાસ થયો છે તેની વિગત નીચે મુજબ છે.

Tags :