Get The App

ઝુંડાલની બાંધકામ સાઇટમાં રૃપિયા 4.50 લાખના 1700 ફર્માની ચોરી

Updated: Aug 5th, 2022

GS TEAM

Google News
Google News
ઝુંડાલની બાંધકામ સાઇટમાં રૃપિયા 4.50 લાખના 1700 ફર્માની ચોરી 1 - image


ગાંધીનગર શહેર નજીક આવેલા

સીસીટીવીમાં તપાસ બાદ પણ પતો નહીં લાગતા અડાલજ પોલીસે ગુનો દાખલ કર્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટના વધી રહી છે ત્યારે ઝુંડાલમાં આવેલી બાંધકામ સાઇટ પાસે મુકવામાં આવેલા ૪.૫૦ લાખની કિંમતના ૧૭૦૦ ફર્માની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. આસપાસના તપાસના અંતે લેબર કોન્ટ્રાક્ટર દ્વારા અડાલજ પોલીસમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

છેલ્લા થોડા સમયથી ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં આવેલી બાંધકામ સાઇટો ઉપર નાની મોટી ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે ઝુંડાલમાં આવેલી કદમગ્રીન્સ નામની બાંધકામ સાઇટમાં કામ પુરુ થઇ ગયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ૨૨૦૦ નંગ ફર્મા મુકવામાં આવ્યા હતા. ગત ૨૦ જુલાઇના રોજ ચોકીદાર દિનેશભાઇ દ્વારા તપાસ કરવામાં આવતા આ જગ્યા ઉપરથી ૧૭૦૦ નંગ ફર્મા ચોરાયા હોવાનું જણાયું હતું જેથી આ મામલે લેબર કોન્ટ્રાક્ટર અશ્વિનભાઇ વિઠ્ઠલભાઇ પાયાણીને જાણ કરતા તેઓ સ્થળ ઉપર પહોચ્યા હાત અને આસપાસના વિસ્તારમાં સીસીટીવીના આધારે ફર્મા ચોરી કરનાર ટોળકીને શોધવા મથામણ કરી હતી પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો જેથી આ મામલે અડાલ જ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ૪.૫૦ લાખના ફર્માની ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે.

Tags :