Get The App

નર્મદા અને મહીસાગરના પૂરને કારણે વડોદરા જિલ્લાના 17 રસ્તાઓ બંધ

Updated: Sep 18th, 2023

GS TEAM


Google News
Google News
નર્મદા અને મહીસાગરના પૂરને કારણે વડોદરા જિલ્લાના 17 રસ્તાઓ  બંધ 1 - image
symbolic
વડોદરાઃ નર્મદા નદી અને મહીસાગરમાં પુર આવવાને કારણે વડોદરા જિલ્લામાં કેટલાક સ્થળે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી છે.

નર્મદા અને મહીસાગરમાં પાણી છોડાતાં ઘોડાપૂર આવ્યું છે.વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી ઉપરોક્ત નદીઓ પસાર થતી હોવાથી કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરી સ્થળાંતર કરવામાં આવ્યું છે.

બીજીતરફ પૂરના પાણી તેમજ વરસાદી કાંસના પાણી ફરી વળવાને કારણે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓનો વાહન વ્યવહાર  બંધ કરી દેવાયો છે.રસ્તાઓ બંધ ધવાને કારણે ખેડૂતોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે.

વડોદરા જિલ્લાના જુદાજુદા છ તાલુકાના કુલ ૧૭ રસ્તાઓ પર હાલ પુરતો વાહનવ્યવહાર બંધ છે.પૂરના પાણી ઓસરી રહ્યા હોવાથી આવતીકાલે વાહનવ્યવહાર શરૃ થઇ જાય તેવી શક્યતા છે.જો કે,કેટલાક વિસ્તારોમાં કિચડને કારણે મુશ્કેલી પડી રહી છે.

ક્યા તાલુકામાં ક્યા રસ્તા બંધ થયા

વડોદરા જિલ્લાના જે તાલુકાના રસ્તા પાણીને કારણે બંધ થયા છે તે આવતીકાલે ચાલુ થઇ જાય તેવી શક્યતા છે.આ રસ્તાની માહિતી આ મુજબ છે.

(૧) શિનોર તાલુકોઃ દિવેર-મઢી માર્ગ, દિવેર-સુરાશામળ માર્ગ,મોટા ફોફળિયા-ઝાંઝડ- અનસુયા માર્ગ,દરિયાપુર રોડ એપ્રોચ રોડ,માલસર-માંડવા રોડ.

(૨) ડભોઇ તાલુકોઃ ચાણોદ-ભીમપુરા રોડ,માંડવા-કરનાળી રોડ,દંગીવાડા-નારણ પુરા,કરાલીપુરા-નારણપુરા રોડ,માંડવા-કરનાળી,ચાણોદ-ભીમપુરા-બદ્રિકાશ્રમ રોડ.

(૩) વાઘોડિયા તાલુકોઃમઢેલી-ફ્લોડ-વ્યારા રોડ.

(૪) કરજણ તાલુકોઃઓઝ થી પુરા રોડ.

(૫) સાવલી તાલુકોઃલહેરીપુરા-ગુલાબપુરા-ન્હારારોડ.

(૬) વડોદરા તાલુકોઃ શેરખી મોટા ભાગથી નાના ભાગનો રોડ.


Tags :