ખોખરાના એક ફલેટમાં 17 પોઝિટિવ, મોટાભાગના વેપારી
- શહેરમાં 204 માઈક્રો કન્ટેઈમેન્ટ એરિયા
- પશ્ચિમના નવરંગપુરા, ગુરૂકુળ રોડ તેમજ ઘાટલોડિયા વિસ્તારમાં સંક્રમણ વધ્યું
અમદાવાદ, તા. 19 જુલાઇ, 2020, રવિવાર
શહેરમાં મ્યુનિ.એ રવિવારે અગાઉના 203 વિસ્તારમાંથી 12ના નિયંત્રણ દુર કરી વધુ 13 વિસ્તારોને કોરોના પોઝિટિવ કેસ વધતા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકતા કુલ 204 વિસ્તાર માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે.ખોખરા સર્કલ પાસે આવેલા એક ફલેટમાં 17 પોઝિટિવ કેસ નોંધાયા છે.આ પૈકી મોટાભાગના વેપારી હોવાનું જાણવા મળે છે.
મળતી માહીતી મુજબ,મ્યુનિ.દ્વારા રવિવારે શહેરના વધુ તેર વિસ્તારોને કોરોનાના વધતા કેસની સંખ્યાને ધ્યાનમાં રાખી માઈક્રોકન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં મુકયા છે.
અમરાઈવોર્ડમાં આવતા પરંતુ ખોખરા સર્કલ પાસે આવેલા પરીસ્કર વિભાગ-એક તેમજ પરીસ્કર વિભાગ-બેમાં કુલ 17 પોઝિટિવ કેસ નોંધાતા આ બંનેના કુલ 154 ફલેટમાં રહેતા 616 લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.
આ તરફ પશ્ચિમ ઝોનમાં આવેલા નવરંગપુરા,ગુરૂકુળ રોડ અને ઘાટલોડિયામાં પણ કેસ વધતા આ વિસ્તારમાં આવેલા વિસ્તારોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.નવરંગપુરામાં મર્ડીન લો-ગાર્ડનમાં 28 ફલેટને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.