જુગારના ત્રણ અડ્ડા પર દરોડો
રૂ.૧.૦૬ લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
નડિયાદ: નડિયાદ તથા ખેડાના વારસંગમાંથી પોલીસે જુગાર રમતા ૧૫ શખ્સોને ઝડપી પાડી તેમની અંગજડતી તથા દાવપરની રકમ મળી કુલ રૂ.૧,૦૬,૨૧૦ નો મુદ્દામાલ કબજે કરીને ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં નીકળેલી હતી. આ દરમિયાન તેઓને બાતમી મળેલીકે નડિયાદ કબ્રસ્તાન ચોકડી પાસે કુંભાર ચાલીમાં એક શખ્સ ખુલ્લી જગ્યામાં જુગાર રમાડી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડી અંબાલાલ સોમાભાઇ પ્રજાપતિ, અર્જુનભાઇ મુકેશભાઇ ભીલ, વિનોદભાઇ મણીભાઇ પ્રજાપતિને ઝડપી પાડયા હતા. તેમની અંગજડતી અને દાવપરથી મળી રકમ કુલ રૂ.૨,૭૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ઉપરાંત નડિયાદ સંતઅનના ચોકડી સામે મહેન્દ્રભાઈ ઉર્ફ ગગો બાથાભાઈ તળપદા ખુલ્લી જગ્યામાં પત્તાપાનાનો હારજીતનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા નડિયાદ ટાઉન પોલીસે રેઈડ પાડી મહેન્દ્રભાઇ ઉર્ફે ગગો બાથાભાઇતળપદા, અજય ભરતભાઇ તળપદા, અભિષેક સુરેન્દ્રભાઇ તળપદા, ખુમાનસિંહ દાનસિંહ સોલંકી, નાસીરહુસેન અહેમદહુસેન શેખ અને સલીમખાન ગુલાબખાન પઠાણને ઝડપી પાડી તેમની અંગજડતી તથા દાવપરની રકમ મળી કુલ રૂ.૬૫,૭૫૦ નો મુદ્દામાલ કબજે કરી લીધો હતો.
જ્યારે ખેડા ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં નીકળેલી હતી. આ દરમિયાન બાતમી મળેલી કે વારસંગ, માનપુરા સીમ, વાત્રક નદીના કાંઠે, બાવળના ઓથે ખુલ્લી જગ્યામાં બેટરીના અજવાળે કેટલાક શખ્સો પત્તાપાનાનો હારજીતનો જુગાર રમે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી મુનાવરખાન અબ્દુલખાન પઠાણ, સોહેબ કુત્બુદ્દીન શેખ, કિરણસિંહ જશવંતસિંહ વાઘેલા, મુજ્જફરમીયા ઉર્ફે મુજો હાજી હાજીમીયા મલેક, પ્રકાશભાઇ જશવંતભાઇ રાણા, મહેશભાઇ ચંદુભાઇ ડબગરને ઝડપી પાડી તેમની અંગજડતી તથા દાવપરની રકમ મળી કુલ રૂ.૩૭,૬૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે નડિયાદ ટાઉન પોલીસ તથા ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


