Get The App

લો-ગાર્ડન પાસે વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં ચાર વાહનો દટાયા

રીક્ષા ચાલક અને કાર ચાલકને સામાન્ય ઈજા પહોંચી

૪૮ કલાકમાં વૃક્ષ પડવાના ૧૪ કોલ

Updated: Jun 19th, 2021

GS TEAM

Google News
Google News

     લો-ગાર્ડન પાસે વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં ચાર વાહનો દટાયા 1 - image


  અમદાવાદ,શુક્રવાર,18જુન,2021

શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા લો-ગાર્ડન પાસે શુક્રવારે બપોરના સમયે વિશાળવૃક્ષ ધરાશાયી થતા રીક્ષા અને કાર સહીત કુલ ચાર વાહનો ઉપર વૃક્ષ પડતા રીક્ષા ચાલક અને કાર ચાલકને સામાન્ય  ઈજા પહોંચી હતી.વૃક્ષ પડતાં લોકોનાં ટોળા એકઠા થઈ જતાં ટ્રાફીક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. ફાયરની ટીમે વૃક્ષ દુર કરવાની કામગીરી હાથ ધર્યા બાદ ટ્રાફીક શરૃ થઈ શકયો હતો.દરમ્યાન ફાયર વિભાગને ૪૮ કલાકથી પણ ઓછા સમયમાં વૃક્ષો ધરાશાયી થવાના ૧૪ કોલ મળતા તુટી પડેલા વૃક્ષો દુર કરવાની કામગીરી શરુ કરાઈ હતી.

 

આ અંગે ફાયર કંટ્રોલ સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,લો-ગાર્ડન પાસે આવેલી બેંક ઓફ બરોડા નજીક શુક્રવારે બપોરે એક કલાકની આસપાસના સમયે વિશાળકાય વૃક્ષ ધરાશાયી થવા અંગેનો કોલ મળતા ફાયરની ટીમને ઘટના સ્થળે દોડાવવામાં આવી હતી.ગાર્ડન વિભાગના ડાયરેકટરનો  સંપર્ક કરી આ વૃક્ષ કેટલા વર્ષ જુનુ હતુ? કેટલા વાહનો દટાયા હતા? આ અંગે પુછતા તેમની પાસે આ અંગેની કોઈ માહીતી ના હોવાનું કહ્યુ હતુ.ફાયર સૂત્રોના કહેવા પ્રમાણે લો-ગાર્ડન પાસે વૃક્ષ પડતા એક કાર,એક ઓટો રીક્ષા સહીત  પલસર તેમજ અન્યએક વાહનદટાયા હતા.જેમાં રીક્ષા ચાલકને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર અપાઈ હતી.કાર ચાલકને હાથના ભાગે સામાન્ય ઈજા થઈ હતી.ફાયર વિભાગને છેલ્લા ૪૮ કલાકમાં વાહન ઉપર વૃક્ષ પડવાના પાંચ કોલ,રોડ ઉપર વૃક્ષ પડવાના ચાર કોલ અને મકાન ઉપર વૃક્ષ પડવાના પાંચ કોલ એમ કુલ ૧૪ કોલ મળ્યા હતા.

Tags :