કોમર્સમાં 1300 વિદ્યાર્થી મેરિટ લિસ્ટથી બાકાત: ફરી મેરિટ તૈયાર થશે
- ગુજરાત યુનિ.ની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત
- 996 વિદ્યાર્થીએ ફોર્મ ભર્યુ પરંતુ ફાઈનલ સબમિશન ન કરતા હવે ખાસ ઠરાવ કરી 36 હજારનુ નવુ લિસ્ટ બનાવી નંબર અપાશે
અમદાવાદ, તા. 12 જુલાઇ, 2020, રવિવાર
ગુજરાત યુનિ.દ્વારા કોમર્સમાં પ્રવેશ માટેની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ એડમિશન પ્રક્રિયા અંતર્ગત પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવાયુ છે પરંતુ તેમાં 1300થી વધુ વિદ્યાર્થી બાકાત રહી ગયા છ ે.જેથી હવે કુલપતિની મંજૂરી લઈને ખાસ ઠરાવ કરીને આવતીકાલે નવેસરથી મેરિટ તૈયાર કરવુ પડશે અને 36 હજાર વિદ્યાર્થીને મેરિટ નંબર ફાળવાશે.
ધો.12 પછીના બીબીબએ, બીસીએ, બીકોમ અને એમબીએ-એમએસસી આઈટી ઈન્ટિગ્રેટેડ સહિતના કોમર્સ ફેકલ્ટીના વિવિધ કોર્સમાં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા અંતર્ગત રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને મેરિટ પણ જાહેર કરી દેવાયુ છે.એડમિશન કમિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં બે વાર રજિસ્ટ્રેશન મુદ્દત વધારવામા આવી હતી.
પરંતુ તેમ છતાં 996 વિદ્યાર્થીઓ ઓવા છે કે જેઓએ પિન નંબર લઈને ઓનલાઈન તમામ વિગતો ભરી ફોર્મ ભર્યુ છે પરંતુ ઓનલાઈન ફાઈનલ ફોર્મ સબમીટ કર્યુ નથી.જેથીઆ વિદ્યાર્થીઓ મેરિટમાં સમાવી શકાયા નથી.જ્યારે 311 વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ સહિતના કારણોસર બાકાત રહયા છે અને તેઓનો મેરિટ નંબર વિથહેલ્ડમાં છે.
આમ કોમર્સમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન 36,514નું થયુ હતું.પરંતુ 1300થી વધુ વિદ્યાર્થી મેરિટમાંથી બાકાત છે અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં 35207 વિદ્યાર્થીનો સમાવેશ થયો છે.જો કે આટલા બધા વિદ્યાર્થી બાકાત રહેતા અને ખાસ કરીને જેઓ બે બે વાર મુદ્દત વધારવા છતાં ફાઈનલ સબમિશન ન કરી શક્યા નથી ત્યારે હવે તેઓને ફરી સમાવવા મુદ્દે વિવાદ થયો છે.
બાકાત રહેલા વિદ્યાર્થીઓ મેરિટ નંબર આપવા રજૂઆત કરી છે કારણકે તેઓ પ્રવેશ ફાળવણીથીજ બાકાત રહે.પરંતુ જો એક સાથેઆટલાને સમાવી લેવાય તો પણ વિવાદ થાય .જો કે વિદ્યાર્થીઓના હિતમાં એડમિશનકમિટી દ્વારા કુલપતિની મંજૂરીથી ખાસ ઠરાવ કરીને તમામ વિદ્યાર્થીઓને મેરિટમા સમાવી લશે.
આવતીકાલે નવુ મેરિટ લિસ્ટ તૈયાર કરાશે અને તમામ વિદ્યાર્થીને નવો મેરિટ નંબર અપાશે.જો કે મેરિટ નંબરના આધારે વિદ્યાર્થીઓ ચોઈસ ફિલિંગ કરતા હોય તેઓએ નવેસરથી ચોઈસ ફિલિંગ કરવુ પડશે.જેથી પ્રક્રિયા ફરી કરવી પડશે.પરંતુ 16મીએ મોક રાઉન્ડનું પરિણામ હોવાથી વિદ્યાર્થીઓને નુકશાન નહી જાય.