Get The App

અમદાવાદના 13 સ્વાતંત્ર્ય સેનાનીઓ કે જેમણે અંગ્રેજોને દિવસે તારા દેખાડયા

- 8 સ્વાતંત્ર્ય સેનાની હયાત છે બાકીના પાંચ દેવલોક પામ્યા

- અંગ્રેજોને દેશમાંથી ભગાડવાની દરેક લડતમાં આગળ રહ્યા, જેલવાસ ભોગવ્યો પણ હિંમત ન હાર્યા !

Updated: Aug 12th, 2021

GS TEAM

Google News
Google News

અમદાવાદ,તા.12 ઓગષ્ટ 2021, ગુરૂવારઅમદાવાદના 13 સ્વાતંત્ર્ય સેનાનીઓ કે જેમણે અંગ્રેજોને દિવસે તારા દેખાડયા 1 - image

અમદાવાદમાં ૧૩ સ્વાતંત્ર્ય સેનાનીઓ છે કે જેમણે દેશની આઝાદીની લડતમાં આખું જીવન ખપાવી દીધું હોય. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તેઓનું સન્માન કરીને સ્વાતંત્ર્ય સેનાનીનું પેન્શન આપવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં હાલમાં ફક્ત ૮ સ્વાતંત્ર્ય સેનાનીઓ જીવિત છે. બાકીના પાંચ સ્વાતંત્ર્ય સેનાનીઓ દેવલોક પામ્યા છે.જેમાંથી ચારને કેન્દ્ર સરકારનું અને બાકીનાઓને રાજ્ય સરકારનું પેન્શન આપવામાં આવી રહ્યું છે. આ ૧૩ સ્વાતંત્ર્ય સેનાનીઓએ તેમનું આખુ જીવન દેશને આઝાદી અપાવવાની લડતમાં હોમી દીધું, અંગ્રેજો સામેની કોઇપણ લડતમાં તેઓ પહેલી હરોળમાં ઉભા રહ્યા અને દરેક લડતમાં અંગ્રેજોને દિવસે તારા બતાવ્યા. અંગ્રેજોના ભારે અત્યાચારો વચ્ચે પણ હિંમત ન હારનાર આવા સેનાનીઓ પર દેશને ગર્વ છે.

અંગ્રેજોને દેશમાંથી ભગાડવા, દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવવી અને દેશબાંધવોને તેમના સ્વતંત્ર્ય દેશમાં જીવવાનો હક અપાવવો આ એકમાત્ર ધ્યેય સાથે આ લડવૈયાઓ મેદાનમાં કુદી પડયા હતા. અંગ્રેજોની લાકડીઓ ખાધી, ઉપવાસ કર્યા, જેલવાસ ભોગવ્યો, ઘરસંસારની ચિંતા છોડી દેશ માટે લડયા તેવા આ દેશના ઘડવૈયા, લડવૈયાઓને દેશ તેના સ્વાતંત્ર્યના ૭૪ વર્ષે યાદ કરી રહ્યો છે.

આગામી તા.૧૫ ઓગષ્ટે દેશ આઝાદ થયાને ૭૪ વર્ષ થશે. આ નિમિતે આ સ્વાતંત્ર્ય સેનાનીઓનું બહુમાન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આઝાદીના આ લડવૈયાઓના ઘરેઘરે જઇને શાલ ઓઢાળીને તેમનું સન્માન કરાઇ રહ્યું છે અને ધ્વજવંદન સહિતના કાર્યક્રમમાં હાજરી આપવા વિનંતી કરાઇ રહી છે પરંતુ મોટી ઉંમર અને નાદુરસ્ત તબિયતને લઇને આ સ્વાતંત્ર્ય સેનાનીઓ હાજરી આપી શકે નથી.

દેશના ઘડતરમાં જેમનો પાયો રહેલો છે તેવા નામી-અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ દેશના સાચા હીરો છે. તેમના બલિદાન, લડતો, ખુમારી, દેશદાજ, રાષ્ટ્રપ્રેમ તમામ નાગરીકો માટે પ્રેરણાદાયી છે.

અમદાવાદ જિલ્લા કક્ષાનો તા.૧૫ ઓગષ્ટનો  ધ્વજવંદન કાર્યક્રમ દસક્રોઇ તાલુકાના કુબડથલ ગામે યોજાનાર છે. આ દિવસે સાંજે પાંચ વાગ્યે  ગાંધીનગરમાં રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ દ્વારા સ્નેહ મિલન  સમારંભ રખાયો છે જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

અમદાવાદના સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદી

નામ

સ્થિતિ

શ્રી ભવાનીશંકર હરગોવિંદદાસ

હયાત

શ્રી નંદલાલ ટી શાહ

હયાત

શ્રી કમળાબેન ફુલચંદ ભાવસાર

હયાત

- શ્રી ઇશ્વરલાલ નારણલાલ દવે

હયાત

- શ્રી દેશળભાઇ કરશનભાઇ ડાભી

હયાત

શ્રી લક્ષમણભાઇ રામજીભાઇ ચૌહાણ

હયાત

- શ્રી  રણછોડભાઇ અંબાભાઇ શાહ

હયાત

- શ્રી કૃષ્ણચંદ્ર કસરાભાઇ પરમાર

વડોદરા સ્થળાંતર

શ્રી બાલચંદ્ર વિષ્ણુંપ્રસાદ લાખીયા

મરણ

- શ્રી જમનાદાસ ત્રિકમલાલ પટેલ

મરણ

- શ્રી શાંતાબેન રામકુમાર રાજપ્રિયા

મરણ

- શ્રીમતી કોકીલાબેન એચ ફોઝદાર

મરણ

- શ્રી ઠાકોરલાલ ચુનીલાલ ટીલ્લાવાલા

મરણ

 


Tags :