અમદાવાદ,શુક્રવાર
સાંસ્કૃતિક કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓને વિદેશ લઈ જવાની લાલચ આપીને ૧૨.૬૦ લાખની છેતરપિંડી કરનારા વડોદરાના શખ્સ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ સેટેલાઈટમાં પૃથ્વી ટાવરમાં રહેતા ઉમાબહેન વાય.અનંતાણી તેમના ઘરેથી રસધ્વની નામનું ટ્રસ્ટ ચલાવે છે અને બાળકોને ડાન્સ શીખવે છે.આ ટ્રસ્ટ દ્વારા બાળકોનો દેશ વિદેશ અને સરકાર તરફે પણ કલ્ચરલ પ્રોગ્રામ કરવામાં આવે છે.
દરમિયાન ટ્રસ્ટમાં કામ કરતા શિવાંગીબહેન વી.શાહને ૧૬ જુન ૨૦૧૮નાં રોજ વડોદરામાં સયાજીગંજ નટરાજ ટાઉનશીપ ખાતે રહેતા કનુભાઈ બી.પટેલે ફોન કરીને પોતે ક્રુતગમા પ્રોડક્શનનો ડાયરેક્ટર તથા ઓથોરાઈઝ્ડ સિગ્નેચર પર્સન હોવાની ઓળખ આપી હતી.તેઓાંસ્કૃતિક પ્રોગ્રામ માટે બાળકોને વિદેશ લઈ જાય છે કહીને મિટીંગ ગોઠવી હતી. જેમાં ઉમાબહેન અને શિવાંગીબહેનને કનુભાઈએ કહ્યું હતું કે તે બાળકોને મોરેશિયસ ફ્રીમાં લઈ જશે. ફક્ત પ્રત્યેક બાળકની રૃ.૧૮,૦૦૦ અને એક વાલી દીઠ રૃ.૪૫,૦૦૦ ડિપોઝીટ ભરવી પડશે.આથી ઉમાબહેનના ટ્ર્ટમાંથી ૧૫ બાળકો અને ૧૦ વાલીઓ તથા તેમની મિત્ર રીટાબહેનની સ્કુલમાંથી ૩૦ બાળકોને મોરેશિયસ મોકલ્યા હતા. જેનો તમામ ખર્ચ કનુ પટેલે ભોગવતા ઉમાબહેનને વિસ્વાસ બેઠો હતો.
ત્યારબાદ જુલાઈ ૨૦૧૮માં ૪૫ વિદ્યાર્થીઓ અને ૧૦ વાલીઓને મોરેશિયસ મોકલવાનો પ્રોગ્રામ નક્કી થયો હતો.જેમાં શિવાનીબહેને કનુભાઈના ખાતામાં ઓનલાઈન તથા આરટીજીએસથી કુલ રૃ.૧૨.૬૦ લાખ ચુકવ્યા હતા.જોકે કનુ પટેલે બહાના બતાવીને પ્રોગ્રામ કેન્સલ રાખ્યો હતો. શિવાનીબહેને નાંણા પરત માંગતા કનુ પટેલે ૧૨.૬૦ લાખનો ચેક આપ્યો હતો જે બાઉન્સ થયો હતો આ અંગે કોર્ટમાં ફરિયાદ કરાતા કનુ પટેલે બે ચેક આપ્યા હતા તે પણ બાઉન્સ થયા હતા.


